Not Set/ ૧૬માં દિવસે થાઈલેન્ડની ગુફામાંથી પાંચમાં બાળકને બહાર લવાયો

થાઇલેન્ડની થામ લુઆંગ ગુફામાં પોતાના કોચની સાથે ફસાયેલી જૂનિયર ફૂટબોલ ટીમના બાકીના નવ સભ્યોને બહાર કાઢવા માટે બચાવ કાર્ય સોમવારે સવારે ફરીથી શરૂ થયું હતું. જેમાંથી અત્યાર સુધી વધુ એક બાળકને ગુફામાંથી બહાર લાવવામાં ડાઇવર્સ સફળ થયા છે. આ ખેલાડીને એમ્બ્યુલન્સમાં બેસાડી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ગુફામાંથી બહાર લાવવામાં આવેલા જૂનિયર ખેલાડી વિશે […]

Top Stories World Trending
Thailand cave rescue updates rescuers brought one more boy come out

થાઇલેન્ડની થામ લુઆંગ ગુફામાં પોતાના કોચની સાથે ફસાયેલી જૂનિયર ફૂટબોલ ટીમના બાકીના નવ સભ્યોને બહાર કાઢવા માટે બચાવ કાર્ય સોમવારે સવારે ફરીથી શરૂ થયું હતું. જેમાંથી અત્યાર સુધી વધુ એક બાળકને ગુફામાંથી બહાર લાવવામાં ડાઇવર્સ સફળ થયા છે.

આ ખેલાડીને એમ્બ્યુલન્સમાં બેસાડી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ગુફામાંથી બહાર લાવવામાં આવેલા જૂનિયર ખેલાડી વિશે હાલ કોઇ માહિતી બહાર પાડવામાં આવી નથી.

અમારાં બાળકો બહાદુર છે: માતા પિતા

જૂનિયર ફૂટબોલ ખેલાડીઓના માતા-પિતાએ કહ્યું કે, અમારાં બાળકો બહાદુર છે તેઓ ટૂંક સમયમાં જ ગુફામાંથી બહાર આવી જશે. 15 દિવસોથી ગુફામાં ફસાયેલા 12 ખેલાડીઓ અને તેમના ફૂટબોલ કોચમાંથી 4ને બહાર કાઢ્યા બાદ રેસ્ક્યૂ ઓપરેશન અટકાવી દેવામાં આવ્યું હતું.

ભારે વરસાદ મુશ્કેલી ઉભી કરી શકે છે

ડાઇવર્સની ટીમ દ્વારા ગુફામાં ફસાયેલા બાકી આઠ ખેલાડીઓમાંથી વધુ ચાર ચાર ખેલાડીઓને ગુફાની બહાર કાઢે તેવી શક્યતાઓ છે. રેસ્ક્યુ ઓપરેશનને શરૂ કર્યાનો આજે બીજો દિવસ છે. જો કે, સૌથી સ્વસ્થ અને મજબૂત બાળકો ઉપરાંત કોચને હજુ અંદર ગુફામાં જ રાહ જોવી પડશે.

ગુફાની બહાર બાળકોના માતાપિતા આશાભરી નજરે રેસ્ક્યૂ ટીમ બહાર આવે તેની રાહ જોઇને બેઠાં છે. અહીં છેલ્લાં 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે રેસ્ક્યુ ઓપરેશનની મુશ્કેલીઓ પડી શકે છે જેના કારણે રેસ્ક્યુ ઓપરેશનની સફળતા અંગે પણ શંકા સેવવામાં આવી રહી છે.

અમને સારાં સમાચારની આશા છે: સ્થાનિક ગવર્નર

આ મામલે સ્થાનિક ગવર્નરે જણાવ્યું છે કે, રેસ્ક્યૂ ઓપરેશનનો બીજો દોર સવારે ૧૧ વાગે શરૂ થયો છે. આગામી કલાકોમાં સારાં સમાચાર મળે તેવી આશા અમે રાખીએ છીએ.