અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન વચ્ચે વ્હાઇટ હાઉસમાં મુલાકાત થઇ હતી. આ મુલાકાત પછી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું,ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિમાં સંબંધોને સુધારવા માટે અમેરિકા પોતાની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર મુદ્દે મદદ માંગી છે અને ભારત પાકિસ્તાન ઈચ્છે તો અમેરિકા મધ્યસ્થી કરવા માટે તૈયાર છે.
જો કે ડોનાલ્ડ ટ્રમ્પના સ્ટેટમેન્ટ પછી ભારત સરકારે કહ્યું હતું કે પીએમ મોદીએ ક્યારે પણ અમેરિકાને મધ્યસ્થી થવાનું કહ્યું નથી.પાકિસ્તાન સાથેના જે ઇસ્યુ છે તે દ્વિપક્ષીય વાતચીતથી હલ લાવવાના ભારતના પ્રયત્નો છે.
ભારતના વિદેશ મંત્રાલયએ એક સ્ટેટમેન્ટ ઇસ્યુ કરી કહ્યું છે કે પીએમ મોદીએ આવી કોઈ વિનંતી કરી નથી.
ઉલ્લેખનીય છે કે ભારત હંમેશા કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસ્થીને નકારતું આવ્યું છે. પઠાણકોટમાં જાન્યુઆરી 2016માં પાકિસ્તાની આતંકવાદીઓએ હુમલો કર્યો તે પછી ભારતે પાકિસ્તાન સાથેની તમામ મંત્રણાઓ રદ કરી નાંખી છે. ભારતે તેનું વલણ સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદ અને શાંતિ મંત્રણા એકસાથે થઈ શકે નહીં. આ વર્ષના પ્રારંભમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ એ મહંમદે કરેલા હુમલામાં કાશ્મીરના પુલવામામાં 40 જવાનો શહીદ થયા હતા.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
