Not Set/ તુર્કીમાં ભૂકંપથી તબાહી, 18નાં મોત, અનેક ઈમારતો ધરાશયી

શુક્રવારે તુર્કીના ભૂકંપથી ભારે વિનાશ સર્જાયો છે. આ કુદરતી આપત્તિમાં 18 લોકોનાં મોત અને 500 થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.7 ની તીવ્રતા ધરાવે છે. ભૂકંપથી 10 જેટલી ઇમારત ધરાશાયી થઈ હતી. સૌથી વધુ નુકસાન પૂર્વીય ઇલાજીંગ પ્રાંતમાં થયું છે. સરકારી અધિકારીઓનું કહેવું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી […]

Top Stories World
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 1 તુર્કીમાં ભૂકંપથી તબાહી, 18નાં મોત, અનેક ઈમારતો ધરાશયી

શુક્રવારે તુર્કીના ભૂકંપથી ભારે વિનાશ સર્જાયો છે. આ કુદરતી આપત્તિમાં 18 લોકોનાં મોત અને 500 થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.7 ની તીવ્રતા ધરાવે છે. ભૂકંપથી 10 જેટલી ઇમારત ધરાશાયી થઈ હતી. સૌથી વધુ નુકસાન પૂર્વીય ઇલાજીંગ પ્રાંતમાં થયું છે.

Image result for An earthquake measuring 6.7 in Turkey

સરકારી અધિકારીઓનું કહેવું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી કરવામાં આવી રહી છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ પ્રેસિડેન્સીના જણાવ્યા મુજબ, ઘાયલ થયેલા બે લોકોની હાલત ખૂબ ગંભીર છે.

NBT

પાડોશી દેશોમાં ભૂકંપના આંચકા

ભૂકંપ દરમિયાન 15 વખત આંચકા અનુભવાયા હતા અને આથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તુર્કીના પડોશી દેશો ઇરાક, સીરિયા અને લેબેનાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે આ દેશોમાં કોઈ નુકસાન થવાના સમાચાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.