Not Set/ ટ્રમ્પની દીકરીના માર્ગદર્શક એવા આ ભારતીય મહિલા છે વર્લ્ડ બેન્કના અધ્યક્ષની રેસમાં

વોશિંગ્ટન, જિમ યોંગ કિમે ગત સપ્તાહે વર્લ્ડ બેંકના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ હવે આ પદ માટે ઘણા નામોની ચર્ચા થઇ રહી છે, ત્યારે આ યાદીમાં વધુ એક નામ જોડાયું છે. વર્લ્ડ બેન્કના અધ્યક્ષ પદની રેસમાં હવે ભારતીય મૂળના અને પેપ્સિકોના પૂર્વ CEO ઇન્દિરા નૂઈનું નામ રેસમાં આવ્યું છે. ધ ન્યુયોર્ક ટાઈમ્સના જણાવ્યા […]

Top Stories World Trending
Indra Nooyi Five lessons I ve learned as PepsiCo CEO wrbm large ટ્રમ્પની દીકરીના માર્ગદર્શક એવા આ ભારતીય મહિલા છે વર્લ્ડ બેન્કના અધ્યક્ષની રેસમાં

વોશિંગ્ટન,

જિમ યોંગ કિમે ગત સપ્તાહે વર્લ્ડ બેંકના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ હવે આ પદ માટે ઘણા નામોની ચર્ચા થઇ રહી છે, ત્યારે આ યાદીમાં વધુ એક નામ જોડાયું છે.

વર્લ્ડ બેન્કના અધ્યક્ષ પદની રેસમાં હવે ભારતીય મૂળના અને પેપ્સિકોના પૂર્વ CEO ઇન્દિરા નૂઈનું નામ રેસમાં આવ્યું છે. ધ ન્યુયોર્ક ટાઈમ્સના જણાવ્યા મુજબ, વ્હાઈટ હાઉસ આ પદ માટે ઇન્દિરા નૂઈના નામ પર વિચાર કરી રહ્યું છે.

ઇવાંકા ટ્રમ્પની પસંદ છે ઇન્દિરા નૂઈ

page 54 ટ્રમ્પની દીકરીના માર્ગદર્શક એવા આ ભારતીય મહિલા છે વર્લ્ડ બેન્કના અધ્યક્ષની રેસમાં
world-white-house-indra-nooyi-head-world-bank-president

ધ ન્યુયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દિકરી ઇવાંકા ઇન્દિરા નૂઈને પ્રશાસનમાં સાથીદાર તેમજ માર્ગદર્શક, પ્રેરણાસ્ત્રોત માને છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર ઇવાંકા ટ્રમ્પ વર્લ્ડ બેંકના નવા અધ્યક્ષની ચૂંટણીમાં મદદ કરશે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જેસિકા ડિટોને જણાવ્યું, ઇવાંકા ટ્રમ્પ આ ચૂંટણી માટે એટલા માટે મદદ કરી રહ્યા છે, કારણ કે તેઓ છેલ્લા બે વર્ષથી વર્લ્ડ બેંકના નેતૃત્વ સાથે મળીને કામ કરી રહ્યા છે.

કોણ છે ઇન્દિરા નૂઈ ?

ભારતીય મૂળના અને હાલમાં વર્લ્ડ બેન્કના CEOની રેસમાં ચાલી રહેલા ઇન્દિરા નૂઈને દેશની સૌથી તાકાતવર મહિલાઓમાં ગણવામાં આવે છે. આ પહેલા તેઓ પેપ્સિકો જેવી મોટી કંપનીમાં કામ કરી ચુક્યા છે. પેપ્સિકોની કમાન સંભાળ્યા બાદ કંપનીના શેરોમાં ૭૮ ટકાનો વધારો થયો હતો.

68e0bbf8b7c33f45282cd574db0b grande ટ્રમ્પની દીકરીના માર્ગદર્શક એવા આ ભારતીય મહિલા છે વર્લ્ડ બેન્કના અધ્યક્ષની રેસમાં
world-white-house-indra-nooyi-head-world-bank-president

આ ઉપરાંત તેઓને દુનિયાના સૌથી ચર્ચિત એવા ફોર્બ્સ મેગેઝીનના ૧૦૦ સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં પણ શામેલ કરવામાં આવી ચુક્યા છે. વર્ષ ૨૦૧૭માં નૂઈ આ યાદીમાં ૧૧માં ક્રમાંકે હતા. સાથે સાથે તેઓને ૨૦૦૭માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ સન્માનથી પણ નવાજવામાં આવ્યા છે.