Not Set/ OMG: મહિલાએ કયું માત્ર એક ટ્વિટ, રેસ્ટોરન્ટે ખુશ થઈને આપી આ ભેટ

દરેક જણ એટલા નસીબદાર નથી હોતા કે તેઓ ફક્ત એક ટ્વિટ  કરીને જીવનભર સ્વાદિષ્ટ ચિકન સેન્ડવીચ મફતમાં ખાવા મળે. પરંતુ અમેરિકાની એક મહિલા દ્વારા કોલંબિયા જિલ્લામાં એક રેસ્ટોરન્ટના જમવાની પ્રશંસા કરતું એક ટ્વિટ વાયરલ થઈ ગયું, જેના પછી તેને આ ભેટ મળી છે. આ ટ્વિટ 24-વર્ષીય સંગીતકાર બ્રી હોલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેનું સ્ટેજ […]

World
aaaaaaaaaaaaaaaaaaaaamahi 6 OMG: મહિલાએ કયું માત્ર એક ટ્વિટ, રેસ્ટોરન્ટે ખુશ થઈને આપી આ ભેટ

દરેક જણ એટલા નસીબદાર નથી હોતા કે તેઓ ફક્ત એક ટ્વિટ  કરીને જીવનભર સ્વાદિષ્ટ ચિકન સેન્ડવીચ મફતમાં ખાવા મળે. પરંતુ અમેરિકાની એક મહિલા દ્વારા કોલંબિયા જિલ્લામાં એક રેસ્ટોરન્ટના જમવાની પ્રશંસા કરતું એક ટ્વિટ વાયરલ થઈ ગયું, જેના પછી તેને આ ભેટ મળી છે. આ ટ્વિટ 24-વર્ષીય સંગીતકાર બ્રી હોલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેનું સ્ટેજ નામ ‘લા હારા’ છે.

આ ટ્વિટને કારણે, રોમિંગ રોસ્ટર નામની રેસ્ટોરન્ટનો ધંધો ખૂબ વધી ગયો અને લોકો તેનો ફ્રાઇટ ચિકન સેન્ડવિચ ખાવા માટે લોકો લાઇન લાગવા લાગ્યા. હારાને તેના ટ્વિટમાં કહ્યું, “જો તમે ડીએમવી વિસ્તારમાં રહેશો, તો તમારે ડીસીમાં રોમિંગ રોસ્ટરનો સ્વાદ લેવો જ જોઇએ.”

રેસ્ટોરન્ટના માલિકોમાંથી એક માઇકલ હેબટેમરીએ તાજેતરમાં વચન આપ્યું છે કે તેની રેસ્ટોરન્ટમાંના હારાને હવે ક્યારેય પૈસા ચૂકવવાના રહેશે નહીં. હારાએ 31 ઓગસ્ટે એક ટ્વીટમાં લખ્યું છે, “માઇકે મને આજે રાત્રે ફોન કરીને હૃદયપૂર્વક આભાર માન્યો.” તેમના ઘણા અનુયાયીઓ એમ પણ કહે છે કે રેસ્ટોરન્ટનું ખાવાનું ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.