Covid-19/ ભારતમાં થઇ શકે છે દુનિયાની પહેલી ‘કોરોના’ની દવાનો આવિષ્કાર

ભારતમાં થઇ શકે છે દુનિયાની પહેલી ‘કોરોના’ની દવાનો આવિષ્કાર

India Trending
corona 36 ભારતમાં થઇ શકે છે દુનિયાની પહેલી ‘કોરોના’ની દવાનો આવિષ્કાર

ક્લિનિકલ ટ્રાયલના બીજા તબક્કામાં છે કોરોનાની દવા

કોરોના મહામારી સામે લડવા માટે વેક્સિનના આવિષ્કાર બાદ હવે દુનિયામાં કોરોનાની પહેલી દવા મળવાની પણ આશાઓ વધી ગઇ છે. તમને જણાવી લઇએ કે કોરોનાની દવા ક્લીનિકલ ટ્રાયલના બીજા તબક્કામાં છે. જો આ દવાને મંજૂરી મળશે તો કોચ્ચી સ્થિત કોરોનાની દવા બનાવનારી આ પહેલી કંપની હશે. જે આગામી ટુંકા સમયમાં સરકાર પાસે મંજૂરી માગશે.

Coronavirus treatment news, COVID-19 cure and vaccine latest update: From  leprosy drug to HIV drug, list of drugs that are being studied as effective  COVID-19 treatment

દુનિયાના અનેક દેશોની મહેનત પછી કોરોના મહામારી સામે લડવા માટે વેક્સિનનો આવિષ્કાર થયો. અને વૈજ્ઞાનિકો તેમાં પણ હવે સામાન્ય લોકોને રાહત મળે તેવી શોધ કરી જ રહયા છે. અત્યાર સુધીની વેક્સિનમાં અમેરીકાની જોનસન એન્ડ જોનસને નવો આવિષ્કાર કર્યો છે. તેની સાથે હજુ વધુ એક નવો આવિષ્કાર થવા જઇ રહયો છે. અને તે વેક્સિન નહી પણ કોરોના સામે લડવા માટેની દવા છે.

Coronavirus medicine stock in India: How long will India's coronavirus  medicines hold out? Here's the latest data - The Economic Times

કોરોના વાયરસને સામે દેશ અને દુનિયામાં પહેલી દવા બનાવાની આશાઓ જાગી છે. પીએનબી વેસ્પર લાઇફ સાયંસે પોતાની કોરોનાની દવા પીએનબી-૦૦૧ના બીજા તબક્કાનું ટ્રાયલ પુરૂ કરી લીધુ છે. કંપનીનું કહેવુ છે કે આગામી ટુંકા સમયમાં તે સરકાર પાસે તેના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી શકે છે. કોચ્ચિ સ્થિત આ કંપનીની પ્રયોગશાળા ઇંગ્લેન્ડમાં છે. ભારતીય દવા મહાનિયંત્રે પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં આ કંપનીની જીપીપી-બાલોડોલના બીજા તબકકાનો ક્લીનિકલ ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી આપી હતી. કંપનીએ ઓક્સિજન સપોર્ટવાળા મધ્યમ સ્તરના સંક્રમણના દર્દીઓ પર તેનું ટ્રાયલ કરવા માટે કહ્યુ હતું.

Two more local drug companies join the race for coronavirus vaccine - The  Economic Times

કંપની કહે છે કે તેણે પાછલા વર્ષે નવેમ્બરમાં બીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કર્યુ હતું. પુનામાં સ્થિત બીજે રાજકીય મેડિકલ કોલેજ અને સસૂન જનરલ હોસ્પિટલ અને બેંગાલુરૂ સ્થિત વિક્ટોરિયા મેડિકલ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં ૪૦ જેટલા કોરોનાના દર્દીઓ પર તેનું પરિક્ષણ કરવામાં આવ્યુ હતું. કંપનીના પ્રમોટર અને સીઇઓ પીએન બલરામે કહયુ કે તેઓ ડીસીજીઆઇને ક્લીનિકલ રીપોર્ટ સોપી દેશે

Vanquishing the Virus: 160+ COVID-19 Drug and Vaccine Candidates in  Development

કંપની કહે છે કે.,વિશ્વ સ્વાસ્થય સંગઠન દ્વારા સ્થાપિત નિયમો અને અન્ય આંતરાષ્ટ્રીય ક્લીનિકલ ટ્રાયલની જેમ જ આ દવાનું પરિક્ષણ કરવામાં આવ્યુ છે. પ્રેટ્રએ પાછલા વર્ષે ૧૧ સપ્ટેમ્બરે આ ખબર આપી હતી કે પીએનબી વેસ્પરને ડીસીજીઆઇએ કોરોનાની દવા માટે બીજા તબક્કાના ટ્રાયલની મંજૂરી આપી દીધી છે.

તેની સાથે જ કોચ્ચિ સ્થિત આ કંપની નવી રાસાયણિક ફોર્મુલાની સાથે કોરોનાની દવાનું ટ્રાયલ શરૂ કરનારી દુનિયાની પહેલી કંપની બની ગઇ છે.

Coronavirus Vaccine - Medical Body ICMR's Clarification As Aug 15 Target  Triggers Backlash

કંપનીએ કહ્યુ છે કે ટ્રાયલ દરમિયાન કોરોનાના દર્દીઓને દિવસમાં ત્રણવાર જીપીપી-બાલાડોલ ૧૦૦ ગ્રામનો ડોઝ અપાયો હતો. દર્દીઓની દવાના પ્રતિકૂળ પ્રભાવ અને આંકલન તેમજ તેમની કિડની, લિવર અને પ્રમુખ અંગોની સ્થિતીનું વિશ્લેષણ કરીને સુરક્ષાનું પરિક્ષણ કરવામાં આવ્યુ છે. આ તમામ પરિક્ષણો કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય દ્વારા સ્થાપિત માપદંડોને આધારે કરવામાં આવ્યા છે. તેમણે કહયુ કે દુનીયાભરમાં હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોનાના દર્દીઓની જીંદગી બચાવવા માટે જીપીપી-બાલાડોલ એક વિકલ્પ બની શકે છે. બલરામે કહયુ કે  ટ્રાયલ દરમિયાન સામેલ એક પણ દર્દીમાં કોઇ પણ પ્રકારની ગંભીર અસર જોવા મળી નથી.

Chloroquine, an old malaria drug, may help treat novel coronavirus, doctors  say - ABC News

કોરોનાની વેક્સિન બન્યા પછી અનેક વૈજ્ઞાનિકો હવે કોરોનાની દવા બનાવવામાં લાગ્યા છે. દવા કયાં સુધીમાં તૈયાર થશે.? તેના વિશે કશું કહી શકાય તેમ નથી. પણ તેને લઇને દેશમાં ઝડપથી કામ ચાલી રહયુ છે. અનેતેમાં બીએચયુ પણ મહત્વની ભૂમિકા ભજવી રહયુ છે. તેના માટે સીડીઆઇઆર અને વૈજ્ઞાનિકો સાથે મળીને કામ કરી રહયા છે. આવુ પહેલીવાર થઇ રહયુ છે કે મહામારી સામે લડવા સીડીઆરઆઇ અને બીએચયું સાથે કામ કરી રહયા છે.

A rundown of coronavirus drugs for home and hospital | UCHealth Today

જો કે આ પહેલાં ઇઝરાયલના સંશોધકોએ દાવો કર્યો હતો કે તેમણે પણ કોરોનાની દવા બનાવી છે જે મોત સામે ઝઝુમી રહેલા દર્દીઓમાં રોગ પ્રતિકારક સિસ્ટમને મજબૂત બનાવીને સાઇટોકાઇન સ્ટોર્મથી બચાવે છે. સાઇટોકાઇન સ્ટોર્મ એ સ્થિતી હોય છે જેમાં દર્દીઓને ઇમ્યુન સીસ્ટમમાં વધારે પ્રતિક્રિયા થવાથી શરીરની કોષિકાઓ અને અંગો પર વાયરસ હૂમલો કરવાનું શરૂ કરી દે છે સંશોધકોનું કહેવુ છે કે.,આ સાઇટોકાઇન સ્ટોર્મ જ મોટેભાગે કોરોના દર્દીઓના મોતનું કારણ બની શકે છે.

Govt says it can't vouch for Patanjali's claims of having Covid-19 medicine

જાણકારી આપવામાં આવી હતી કે કોરોનાની આ ઇઝરાયેલી દવા અસ્થમાની દવાની જેમ ઉપયોગમાં લેવાતી હતી. તેને તેલ અવીવના સુરસ્કિ મેડિકલ સેંટર ઇચિલોવ હોસ્પિટલના દર્દીઓ પર ટેસ્ટ કરાઇ હતી. સંશોધકોએ દાવો કર્યો હતો કે.,આ દવા શરીરમાં ઓક્સીજનની માત્રા વધારે છે. અને શ્વાસ લેવામાં ઘણી સકારાત્મક અસર બતાવે છે.

COVID-19 Coverage

તો રશિયાના બાયોકેમિસ્ટોએ પણ દુનિયાના સૌથી ઘાતક ઝેરમાંથી કોરોનાની દવા બનાવવાનો દાવો કર્યો હતો. અને તે દવાનું નામ ઇમોફોન રાખવામાં આવ્યુ હતું. તેને ડેપ્સોન નામના એક એન્ટિબાયોટિકમાંથી વિકસીત કરવામાં આવ્યુ હતું. પણ તે પછી દુનિયામાં આ દવાઓ બહાર આવી શકી નથી. પણ હવે જો કોચ્ચિની કંપનીને મંજુરી મળશે તો તે દુનિયાની પહેલી દવા હશે.