અમેરિકા/ લેખક સલમાન રશ્દી પર ન્યૂયોર્કમાં ચાકુ વડે હુમલો, ધ સેટેનિક વર્સીસ પુસ્તકથી મુસ્લિમ સમુદાય નારાજ હતો

સલમાન રશ્દીના પુસ્તક ધ સેટેનિક વર્સીસને ઈરાનમાં 1988થી પ્રતિબંધિત કરવામાં આવી છે કારણ કે ઘણા મુસ્લિમો તેને નિંદા માને છે.

Top Stories World
1 30 લેખક સલમાન રશ્દી પર ન્યૂયોર્કમાં ચાકુ વડે હુમલો, ધ સેટેનિક વર્સીસ પુસ્તકથી મુસ્લિમ સમુદાય નારાજ હતો

ન્યૂયોર્કના બફેલો પાસેના ચૌટૌકા ખાતે પ્રવચન આપવાના પહેલા લેખક સલમાન રશ્દીને સ્ટેજ પર જ છરીના ઘા માર્યા હતા. ‘ધ સેટેનિક વર્સીસ’ પુસ્તક લખવા બદલ સલમાન રશ્દીને ઈરાન દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં ધમકી મળ્યાના 33 વર્ષ બાદ શુક્રવારે રશ્દીને ન્યૂયોર્કમાં એક મંચ પર ચાકુ મારવામાં આવ્યું હતું. શુક્રવારે સવારે પ્રવચન આપતા પહેલા CHQ 2022 ઇવેન્ટ માટે સ્ટેજ પર હતા ત્યારે લેખક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સલમાન રશ્દીના પુસ્તક ધ સેટેનિક વર્સીસને ઈરાનમાં 1988થી પ્રતિબંધિત કરવામાં આવી છે કારણ કે ઘણા મુસ્લિમો તેને નિંદા માને છે.

માત્ર એક વર્ષ પછી, ઈરાનના દિવંગત નેતા આયાતુલ્લા રૂહોલ્લાહ ખોમેનીએ એક ફતવો  બહાર પાડ્યો હતો, જેમાં રશ્દીના મૃત્યુની વાત કરી હતી, એટલું જ નહીં, ફતવામાં રશ્દીની હત્યા કરનાર વ્યક્તિને 3 મિલિયન ડોલરથી વધુનું ઈનામ આપવાની વાત પણ કરવામાં આવી હતી. ઈરાનની સરકારે લાંબા સમય સુધી ખોમેનીના હુકમથી પોતાને દૂર રાખ્યા હતા, પરંતુ રશ્દી વિરોધી ભાવના યથાવત રહી હતી. 2012માં અર્ધ-સત્તાવાર ઈરાની ધાર્મિક ફાઉન્ડેશને રશ્દી માટેનું ઈનામ $2.8 મિલિયનથી વધારીને $3.3 મિલિયન કર્યું હતું.

રશ્દીએ તે સમયે તે ધમકીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આવા પુરસ્કારમાં જાહેર હિતના “કોઈ પુરાવા” નથી. ત્યારબાદ રશ્દીએ ફતવા વિશે જોસેફ એન્ટોન નામનું સંસ્મરણ પણ પ્રકાશિત કર્યું હતું.