Xiaomi's arrival with new technology/ Xiaomiનો Mi 11 Lite થયો લૉન્ચ,જાણો તેમના દમદાર ફીચર્સ

Xiaomi Mi 11 Liteને લૉન્ચ કરી દેવામાં આવ્યો છે. Xiaomi Mi 11 Lite નું એક ગ્લોબલ વેરિયન્ટ 5G પણ છે, પણ દાવો ભારતમાં તેનું 4G જ લૉન્ચ કરવામાં આવ્યું છે. ફોનના ફીચર ઘણા દમદાર છે અને કિંમત પણ યોગ્ય હોવાનો દાવો છે.Mi 11 Liteની કિંમત 21,999 રૂપિયાથી શરૂ થાય છે અને ટૉપ વેરિયન્ટની કિંમત 23,999 […]

Tech & Auto
Untitled 236 Xiaomiનો Mi 11 Lite થયો લૉન્ચ,જાણો તેમના દમદાર ફીચર્સ

Xiaomi Mi 11 Liteને લૉન્ચ કરી દેવામાં આવ્યો છે. Xiaomi Mi 11 Lite નું એક ગ્લોબલ વેરિયન્ટ 5G પણ છે, પણ દાવો ભારતમાં તેનું 4G જ લૉન્ચ કરવામાં આવ્યું છે. ફોનના ફીચર ઘણા દમદાર છે અને કિંમત પણ યોગ્ય હોવાનો દાવો છે.Mi 11 Liteની કિંમત 21,999 રૂપિયાથી શરૂ થાય છે અને ટૉપ વેરિયન્ટની કિંમત 23,999 રૂપિયા રાખવામાં આવી છે. તેનો પહેલો સેલ 25 જૂલાઈએ બપોરે 12 વાગ્યે શરૂ થશે, જ્યારે તેનું ટૉપ વેરિયન્ટ 28 જૂલાઈએ સેલ પર આવશે. ફોન પર 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ HDFC Bank પર મળી રહ્યું છે.

ફોનમાં 6.55 ઈંચની ફુલ HD Plus ડિસ્પ્લે છે જેનું રિઝૉલ્યૂશન 1080×2400 પિક્સલ છે. જિસ્પ્લે સાથે HDR 10નો સપોર્ટ છે અને પ્રોટેક્શન માટે ગોરિલ્લા ગ્લાસ 5 છે. Mi 11 Liteમાં સ્નેપડ્રેગન 732G પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 8GB સુધી રેમ અને 128GBનું સ્ટોરેજ છે જેને મેમરી કાર્ડની મદદથી વધારી શકાશે.

Mi 11 Liteમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે જેનો પ્રાઈમરી લેન્સ 64MPનો છે જેનો અપર્ચર f/1.79 છે. બીજો લેન્સ 8MPનો અલ્ટ્રા વાઈડ અને ત્રીજો 5MPનો મેક્રો લેન્સ છે. સેલ્ફી માટે તેમાં 16MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. કેમેરા સાથે 23 ડાયરેક્ટર મોડ મળશે.

Mi 11 Liteમાં 4250 MAHની બેટરી આપવામાં આવી છે જેની સાથે 33 વૉટનું ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ છે. આ ચાર્જર તમારા ફોન સાથે બૉક્સમાં જ મળશે. ફોનમાં ડ્યૂઅલ સ્પીકર પણ છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, Wi-Fi 802.11ac, IR, બ્લૂટૂથ, GPS/A-GPS, USB ટાઈફ સી પોર્ટ છે. ફોનને વૉટર રેસિસ્ટન્ટ માટે IP53નું રેટિંગ પણ મળ્યું છે.