Swapna Shashtra: શું તમને પણ તમે પોતાનો સપનામાં સફર કરતા, યાત્રા (Yatra Swapna) દરમિયાન રસ્તો ભૂલતા અથવા સામાન ખોવડાવતા જુઓ છો? સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, આ કોઈ સામાન્ય સપના નથી પરંતુ ભવિષ્યમાં થનારા મોટા પરિવર્તનોના સંકેતો આપે છે.
ઊંઘમાં માણસો સપના (Dreams) જોતા હોય છે અને સપનામાં ઘણું બધું જુએ છે. કેટલાક સપના ઊંઘમાંથી જાગી ગયા બાદ આપણે ભૂલી જઈએ છીએ…જ્યારે કેટલાક લાંબો સમય યાદ રહે છે. આજે તમને એક એવા સપના વિશે જણાવીશું જે મોટાભાગે દરેક મનુષ્યને આવતું જ હોય છે અને એ છે યાત્રા (Journey related Dream) સંલગ્ન સપનું!
મોટા ભાગે આપણે સપનામાં સ્વયંને કોઈ ને કોઈ યાત્રાએ જતા જોઈએ છીએ. ક્યારેક કોઈ તીર્થયાત્રા દેખાય છે તો ક્યારેક વિદેશ યાત્રા (Religious Tour or Foreign Tour)! જ્યારે ઘણી વાર તો સપનામાં આપણે રસ્તેથી ભટકી ગયા હોઈએ અથવા તો સામાન ગુમાવી દીધો હોય (Lost the Way in Dream or Lost the Luggage in dream) એવા સપના પણ આવે છે. તો ચાલો જાણીએ કે આવા સપનાનો શો અર્થ છે?
યાત્રાના સપનાનો અર્થ (Yatra Swapna Meanings)
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં યાત્રા કરતા જોવું (Yatra Swapna) એ જીવનના નવા સફર, પરિવર્તન, નવી દિશા, અનુભવ અને આગળ વધવાનું પ્રતીક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ યાત્રા સાથે સંલગ્ન વિભિન્ન સ્વપ્નોના અર્થ….
1. જો તમે સપનામાં આરામથી યાત્રા કરતા જુઓ તો એનો અર્થ એ છે કે તમારું જીવન યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. આ સાથે જ આ સપનું પ્રગતિ અને યાત્રાના શુભ સંકેતો પણ હોઈ શકે છે.

2. સ્વપ્નમાં તમે તમારી મંઝીલ સુધી પહોંચવું એ લક્ષ્ય પૂર્ણ થવાનું, સફળતા મળવાનું અને કોઈ સંઘર્ષના અંતના શુભ સંકેતો માનવામાં આવે છે.
3. સપનામાં પગપાળા યાત્રા કરવી ધીરે-ધીરે લક્ષ્ય સુધી પહોંચવાનો સંકેત આપે છે.
4. સપનામાં પોતાને તીર્થયાત્રા પર જતા જોવા એ દેવની કૃપા, મનોકામના પૂર્ણ થવાની અને માનસિક શાંતિ મળવાના સંકેતો માનવામાં આવે છે.
5. સપનામાં યાત્રાની તૈયારી કરવી કોઈ મોટા પરિવર્તન, નવી નોકરી અથવા નવી શરુઆતનો સંકેત છે.

6. સપનામાં પોતાને વિદેશ યાત્રા કરતા જોવું એ વાતનો સંકેત છે કે તમારું પારિવારિક જીવન ઘણું સારુ રહેવાનું છે અથવા ઘર-પરિવારમાં કોઈ શુભ કાર્ય સંપન્ન થવાનું છે.
7. સપનામાં પોતાને એકલા યાત્રા કરતા જોવું એ આત્મનિર્ભરતા અથવા સ્વયંને શોધવાનો સંકેત માનવામાં આવે છે.
8. સપનામાં યાત્રા દરમિયાન રસ્તે ભટકી જવું એ જીવનમાં આવનારી મુશ્કેલીઓ, ગૂંચવણો અથવા ખોટી સલાહથી સતર્ક રહેવાનો સંકેત આપે છે.

9. સપનામાં યાત્રા દરમિયાન તમારો સામાન ખોવાઈ જવો એ કોઈ જરુરી વસ્તુ કે અવસર ખોઈ નાખવાનો સંકેત છે.
10. યાત્રામાં અડચણ આવવી એ કોઈ યોજનામાં વિલંબ અથવા વિઘ્ન આવવાના સંકેતો આપે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: અઠવાડિયાના આ દિવસે સાપ દેખાય તો…નસીબનું તાળું ખૂલી ગયું સમજો! શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
આ પણ વાંચો: ગણેશજી સપનામાં આવે તો એનો શો છે અર્થ? જાણીએ, શું કહે છે સ્વપ્નશાસ્ત્ર…
આ પણ વાંચો: સ્વપ્નમાં કાગડાનો જોવાનો અર્થ શું હોઈ શકે છે, વાસ્તુશાસ્ત્રમાં શું કહેવાયું છે….
