ગુજરાત/ બારડોલીમાં ધોધમાર વરસાદ વચ્ચે વર્ષો જૂનું લીમડાનું વૃક્ષ ધરાશય

સ્વામિનારાયણ મંદિર નજીક તોતિંગ લીમડાનું વૃક્ષ ધરાશયી થયું હતુ. વૃક્ષ ધરાશયી થઈને મુખ્ય માર્ગ પર જ પડ્યું હતું.  મુખ્ય માર્ગ પર ઝાડ તૂટી પડતા એક તરફનો વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો.

Gujarat Others
બારડોલી

સુરત જિલ્લાના બારડોલીમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. સવારથી શરૂ થયેલ ધોધમાર વરસાદમાં  મુદિત પેલેસથી શાસ્ત્રી રોડ પર લીમડાનું તોતિંગ વૃક્ષ મુખ્ય માર્ગ પર ધરાશય થવાની ઘટના બની હતી. કહેવાય છે કે આ વૃક્ષ વર્ષો જૂનું છે.

બે દિવસના વિરામ બાદ સુરત જિલ્લાના બારડોલી પંથકમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. નગરમાં મેઘરાજાની ધુઆધર બેટિંગને પગલે  વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. એક બાજુ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. ત્યારે મુખ્ય માર્ગ પર વૃક્ષો ધરાશયી થવાના બનાવો સામે આવી રહ્યા છે.  ધોધમાર વરસાદને પગલે બારડોલી નગરના મુદિત પેલેસથી શાસ્ત્રી રોડને જોડતા માર્ગ પર ઘટના બની હતી. જ્યાં સ્વામિનારાયણ મંદિર નજીક તોતિંગ લીમડાનું વૃક્ષ ધરાશયી થયું હતુ. વૃક્ષ ધરાશયી થઈને મુખ્ય માર્ગ પર જ પડ્યું હતું.  મુખ્ય માર્ગ પર ઝાડ તૂટી પડતા એક તરફનો વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. જોકે ઝાડ પડતા જ વૃક્ષને અડીને આવેલ  વિજતારો તૂટી પડતા વિસ્તારમાં  વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. સદનસીબે વૃક્ષ ધરાશય થવાની ઘટના સમયે કોઈ વાહન પસાર થતુ ન હોવાના કારણે કોઈ નુકશાની કે જાનહાની થવા પામી ન હતી.

બારડોલી

બારડોલી નગર પાલિકા દ્રારા પ્રી-મોન્સૂન કામગીરી મામલે માત્ર વેઠ ઉતારવામાં આવે છે. જેને પગલે નગરના અનેકો વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવા તેમજ તોતિંગ વૃક્ષો ધરાશય થવાની ઘટનાઓ સામે આવતી હોઇ છે. હાલ નગરમાં સામાન્ય વરસાદ પડતા જ અનેકો વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાવાની બુમરાટ ઉઠી છે તો બીજી તરફ તોતિંગ વૃક્ષો પણ ધરાશય થયાં છે. પ્રી-મોન્સૂન કામગીરીના ભાગ રૂપે પાલિકાએ જે વૃક્ષો દુર કરવાનાં હતાં એ નહીં કરતા ગત વર્ષની ઘટનાનું એજ પુનરાવર્તન ફરી જોવા મળ્યું હતુ.

આ પણ વાંચો : શું તમે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના વિષે આ મહત્વની બાબત જાણો છો?