યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સીરીયલની અભિનેત્રી શિવાંગી જોશી સારી એવી ફેન ફોલોવિંગ ધરાવે છે. હાલ આ સીરીયલનું શૂટિંગ ગુજરાતમાં ચાલી રહ્યું છે. તેવામાં શિવાંગીએ તેનો જન્મદિવસ પણ ગુજરાતમાં ઉજવ્યો હતો.
શિવાંગી જોશીએ 2013માં ટીવી શો ખેલતી હૈ ઝિંદગી આંખ મિચૌલી સીરીયલથી કામની શરુઆત કરી હતી. આ સીરીયલના તેના પાત્રને ખૂબ લોકપ્રિયતા મળી હતી. ત્યારબાદ તેણે બેઈંતહા, આયત, બેગુસરાય જેવી સીરીયલોમાં પણ કામ કર્યું હતું.
ત્યારબાદ 2016માં તે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શો સાથે જોડાઈ અને ત્યારથી તે લોકોના દિલમાં વસી ગઈ છે. આ શોમાં તે નાયરાનું પાત્ર ભજવે છે જે લોકોને ખૂબ પસંદ છે. જો કે આ સીરીયલમાં એક એપિસોડના શિવાંગી 4,00,000 રૂપિયા ચાર્જ કરે છે. તેને મોંઘી કારમાં ફરવાનો શોખ છે. શિવાંગી પાસે લેટેસ્ટ મોડલની જગુઆર કાર છે જેની કીંમત કરોડોમાં છે.