Not Set/ રામદેવનું ફરીથી એલોપથી પર નિશાન: આઈએમએ અને ફાર્મા કંપનીઓને પૂછ્યું- એલોપથીમાં કોઈ એવી દવા છે જે હિંસક અને ક્રૂરને મનુષ્ય બનાવે છે?

૨૦ કલાકમાં જ બાબાના હઠયોગ ફરી શરૂ થયા છે. સ્વામી રામદેવે ફરી એકવાર સોમવારે સાંજે લગભગ 6 વાગ્યે તેમના ટ્વિટર એકાઉન્ટ પર પત્ર પત્ર જારી કર્યો હતો.

Top Stories India
indore 7 રામદેવનું ફરીથી એલોપથી પર નિશાન: આઈએમએ અને ફાર્મા કંપનીઓને પૂછ્યું- એલોપથીમાં કોઈ એવી દવા છે જે હિંસક અને ક્રૂરને મનુષ્ય બનાવે છે?

એલોપથીને ‘બકવાસ વિજ્ઞાન ‘ ગણાવીને વિવાદમાં આવેલા યોગ ગુરુ બાબા રામદેવે આરોગ્ય પ્રધાનના વાંધા અને તબીબી જગતના ભારે વિરોધ બાદ પોતાનું નિવેદન પાછું ખેંચ્યું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનને લખેલા પત્રનો જવાબ આપતા રામદેવે કહ્યું કે તેઓ આ મામલાને શાંત કરવા માગે છે.

તેમણે તેમના અંગત ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું, “માનનીય શ્રી હર્ષ વર્ધન જી, મને તમારો પત્ર મળ્યો છે, તબીબી પ્રથાઓ અંગેના આ સમગ્ર વિવાદ અંગે દિલગીર થઈને, હું મારું નિવેદન પાછું ખેંચું છું અને હું તમને આ પત્ર મોકલી રહ્યો છું. રવિવારે જ બાબાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક પત્ર જાહેર કર્યો હતો અને 10 કલાકની અંદર નિવેદન પાછું ખેંચી લીધું હતું.

પરંતુ, માત્ર ૨૦ કલાકમાં જ બાબાના હઠયોગ ફરી શરૂ થયા છે. સ્વામી રામદેવે ફરી એકવાર સોમવારે સાંજે લગભગ 6 વાગ્યે તેમના ટ્વિટર એકાઉન્ટ પર પત્ર પત્ર જારી કર્યો હતો. આમાં તેણે ફરી એકવાર આઈ.એમ.એ. અને ફાર્મા કંપનીઓ પાસેથી એલોપેથોને નિશાન બનાવીને 25 પ્રશ્નો લીધા હતા. બાબાએ પૂછ્યું કે  એલોપથીમાં એવી કોઈ દવા છે જે હિંસક, ક્રૂર અને ઘાતકી ને મનુષ્ય બનાવી શકે ?

આ પછી યોગ ગુરુ બાબા રામદેવે ભારતીય મેડિકલ એસોસિએશન અને ફાર્માસ્યુટિકલ કંપનીઓને ટ્વીટ કરીને 25 પ્રશ્નો પૂછ્યા છે અને વિવિધ રોગોને લગતી સારવારનો જવાબ આપવા જણાવ્યું છે. 

બાબા રામદેવે પુચ્ગ્યું હતું કે, એલોપથીમાં હાયપરટેન્શન અને તેના કોમ્પલીકેશન માટે દોષરહિત સમાધાન છે? એલોપેથીમાં ટાઇપ -1 અને ટાઇપ -2 ડાયાબિટીસ અને તેના કોમ્પલીકેશન માટે કોઈ કાયમી ઉપાય  છે?  ફાર્મા ઉદ્યોગમાં થાઇરોઇડ, સંધિવા, કોલાઇટિસ, અસ્થમાની સમસ્યાનું નિર્દોષ કાયમી સમાધાન છે?  ફેટી લીવર અને લીવર સિરહોસિસ, હિપેટાઇટિસના ઉપચાર માટે એલોપથીમાં દવા શું છે? જેમ તમે ક્ષય રોગ અને શીતળા વગેરે માટે કાયમી સમાધાન શોધી લીધું છે, તેમ યકૃતના રોગો માટેના ઉપાય પણ શોધો. એલોપથી શરૂ થયાને 200 વર્ષ થયા, ? ફાર્મા ઉદ્યોગમાં હૃદયના અવરોધને દુર કરવા માટે બાયપાસ , ઓપરેશન અને એન્ઝોપ્લાસ્ટી વગર કાયમી ઉપાય શું છે?  ફાર્મા ઉદ્યોગમાં, ઇન્લાર્જ હાર્ટ  અને ઈજેક્શન  ફેકશન ઓછું થવા પર પેસ મેકર લગાવ્યા વગર કોઈ ઈલાજ શક્ય છે. ? જેથી હૃદયનું કદ અને કાર્ય સામાન્ય બને. તે કેવી રીતે તેનાથી વિરુદ્ધ કાર્ય રત થઇ શકે છે. ? પેસમેકર વિના તેની બીજી કોઈ સારવાર છે…