કેન્દ્ર સરકારે સુગર ફેકટરીઓ દ્વારા એક્સપોર્ટ કરાતી ખાંડની સબસીડીમાં કવીન્ટલ દીઠ 200 નો ઘટાડો કરી 400 કરી દેવાયો છે , પરંતુ આ નિર્ણયના પગલે ગુજરાતની સુગરોને કે ખેડૂતોને કોઈ અસર થનાર નથી.
ખાંડ એક્સપોર્ટમાં અપાતી સબસિડી સેન્ટર ગવર્મેન્ટ દ્વારા 600 થી ઘટાડી 400 કરવામાં આવી છે , તો બીજી તરફ ગુજરાતની તમામ સુગર મિલો દ્વારા ખાંડ એક્સપોર્ટ કરી દેવામાં આવી છે, ત્યારે 19 મેં બાદ ખાંડ એક્સપોર્ટ કરવામાં આવશે તેને આ ઘટાડો લાગુ પડશે, અને ખાંડના ભાવોની વાત કરીએ તો ભાવો ઉંચા જતા એક્સપોર્ટની સબસીડીમાં 200 નો ઘટાડો કરી સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ખાંડનો 3100 મિનિમમ ભાવ ખેડૂતો અથવા સુગરને મળી રહે તે માટેનું આ આયોજન કરી નિર્ણય લેવાયો છે, જોકે એક્સપોર્ટમાં અપાતી સબસીડીમાં 200 રૂપિયા ઘટાડો થવાથી ગુજરાતના ખેડૂતો કે સુગરોને કોઈ અસર થનાર નથી.
વાત કરીએ તાઉતે વાવાઝોડાની તો વાવાઝોડાને પગલે શેરડી પર કોઈ નુકશાનની અસર જોવા મળી નથી, તો બીજી તરફ કોરોના મહામારી અને વાવાઝોડાના પગલે જે ખેત મજૂરો પરત પોતાના ગામ જતા રહેતા દક્ષિણ ગુજરાતની કઈ કેટલીક સુગર મિલોમાં શેરડીની કાપણી બાકી રહી ગઈ છે ત્યારે સુગર મિલો દ્વારા તો ખેડૂતોને પૈસા ચૂકવી જ દેવાયા છે પરંતુ આ ભારણ ચોક્કસ પણે સુગરમિલોએ સહન કરવાનું આવનાર છે.
સુગર મિલોના સંચાલકોને મજૂરો દ્વારા કોરોનાની મહામરીના પગલે મજૂરીકામ બંધ થઈ જતા યોગ્ય સહાયની માંગ પણ કરી છે ત્યારે આ બાબતે સુગર સંચાલકોએ પણ સરકારને રજુઆત કરી હોવાનું જણાવ્યું હતું.