યોગ/ હવે સાઉદી અરેબિયાની શાળાઓમાં પણ બાળકોને યોગ શીખવાડવામાં આવશે,જાણો વિગત

સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી વિશ્વભરમાં યોગને ખૂબ પસંદ કરવામાં આવે છે. હવે સાઉદી અરેબિયા પણ પોતાની શાળાઓમાં રમતગમતના અભ્યાસક્રમ તરીકે યોગને સ્થાન આપવા જઈ રહ્યું છે

Top Stories World
SAUDI હવે સાઉદી અરેબિયાની શાળાઓમાં પણ બાળકોને યોગ શીખવાડવામાં આવશે,જાણો વિગત

સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી વિશ્વભરમાં યોગને ખૂબ પસંદ કરવામાં આવે છે. હવે સાઉદી અરેબિયા પણ પોતાની શાળાઓમાં રમતગમતના અભ્યાસક્રમ તરીકે યોગને સ્થાન આપવા જઈ રહ્યું છે. સાઉદી યોગ સમિતિના અધ્યક્ષ નૌફ અલ-મરવાઈએ જણાવ્યું હતું કે કોર્સને વાણિજ્ય મંત્રાલયે 2017માં જ મંજૂરી આપી હતી.આ અભ્યાસક્રમ શિક્ષણ મંત્રાલયના સહયોગથી શરૂ કરવામાં આવશે. નૌફે કહ્યું કે આ કોર્સથી બાળકો માટે સ્વાસ્થ્ય લાભ થશે. ભૂતકાળમાં સાઉદી સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશનની પણ યોગના ફાયદાઓને લઈને એક બેઠક થઈ હતી.

આ બેઠકમાં શાળાના આચાર્યોએ ભાગ લીધો હતો. અરબ ન્યૂઝ અનુસાર, શાળાઓની તમામ કેટેગરીના અધિકારીઓએ પોતાનો અભિપ્રાય આપ્યો. યોગ પ્રશિક્ષક અને આનંદ યોગ સ્ટુડિયોના સ્થાપક ખાલિદ જામા અલ જાહરાનીએ જણાવ્યું હતું કે શાળા હંમેશા દરેક રીતે બાળકોના વિકાસનું ધ્યાન રાખે છે.હવે આખી દુનિયામાં યોગને મહત્વ આપવામાં આવી રહ્યું છે. 21મી જૂને સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે દેશ-વિદેશમાં મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.