Gujarat election 2022/ અમિત શાહ-આનંદીબેનના જૂથની ખેંચતાણમાં યોગેશ પટેલ સમાધાનરૂપ પસંદગી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં 182 વિધાનસભા બેઠકમાં સૌથી છેલ્લે બેઠક મેળવનારા ભાજપના વર્તમાન વિધાનસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે ભલે સૌથી છેલ્લે બેઠક મળી, પણ સૌથી પહેલો જીતીને બતાવીશ.

Top Stories Gujarat
Yogesh Patel અમિત શાહ-આનંદીબેનના જૂથની ખેંચતાણમાં યોગેશ પટેલ સમાધાનરૂપ પસંદગી
  • માંજલપુરનો લડાયેલો પેચ ઉકેલાયો, યોગેશ પટેલને મળી વધુ એક તક
  • અતુલ પટેલ અને અનાર પટેલ પણ આ બેઠક પર દાવેદાર હતા
  • યોગેશ પટેલ શહેરી આવાસ અને નર્મદા મંત્રી રહી ચૂક્યા છે

Gujarat election 2022માં 182 વિધાનસભા બેઠકમાં સૌથી છેલ્લે બેઠક મેળવનારા ભાજપના વર્તમાન વિધાનસભ્ય યોગેશ પટેલે  (Yogesh Patel) જણાવ્યું હતું કે ભલે સૌથી છેલ્લે બેઠક મળી, પણ સૌથી પહેલો જીતીને બતાવીશ. યોગેશ પટેલ છ વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે અને આ વખતે તેમની ટિકિટ કપાશે તેમ નિશ્ચિતપણે મનાતુ હતુ. આમ છતાં પણ યોગેશ પટેલને વિશ્વાસ હતો કે તેમને જ ટિકિટ મળશે. જો કે યોગેશ પટેલ 73 વર્ષના છે અને હવે કદાચ આ તેમની છેલ્લી ટિકિટ માનવામાં આવે છે.

વાસ્તવમાં ભાજપમાં (BJP) માંજલપુરની (Manjalpur) બેઠક માટે ઉમેદવાર નક્કી કરવા તે ત્રિકોણીય જંગ હતો. એકબાજુએ અમિત શાહ જૂથમાંથી (Amit shah) અતુલ પટેલ (Atul patel) દાવેદાર હતા અને બીજી બાજુએ આનંદીબેનના (Anandiben) જૂથમાંથી તેમની પુત્રી અનાર પટેલ (Anar patel) દાવેદાર હતા. જ્યારે યોગેશ પટેલ બેમાંથી એકપણ જૂથમાં ન હતા. તેથી ચૂંટણી સમયે આ બંને જૂથ એકબીજા સામે તલવાર ન ખેંચે તેને ધ્યાનમાં રાખીને જ એક સમાધાનના ભાગરૂપે યોગેશ પટેલ પર પસંદગી ઉતારવામાં આવી છે.

યોગેશ પટેલ સાતમી વખત ચૂંટણી જંગમાં ઉતરવાની રટ લઈને બેઠા હતા. આ બેઠક અમિત શાહના નજીકના અતુલ પટેલનું નામ ચર્ચાતુ હતુ. બીજી બાજુએ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલનું નામ પણ ચર્ચામાં હતુ. જો કે છેવટે મોડી રાત્રે યોગેશ પટેલે ઉપર જ મહોર મારવામાં આવી હતી. તેમનું નામ જાહેર થતાં જ તેમના સમર્થકોએ ફટાકડા પોડ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હું આજે ફોર્મ ભરવા જઈશ. તેઓ આજે તેમના સમર્થકો સાથે ફોર્મ ભરવાના છે. યોગેશ પટેલ અગાઉ શહેરી આવાસ અને નર્મદા  મંત્રી રહી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાં માંજલપુર બેઠક ભાજપ માટે માથાનો દુઃખાવો બની હતી. આ બેઠકમાં યોગેશ પટેલ, અતુલ પટેલ અને અનાર પટેલ જેવા દાવેદારો હતા. તેના લીધે આ બેઠક એકદમ હાઇપ્રોફાઇલ બની ગઈ હતી. તેેથી આ બેઠક પર કોનું નામ ચર્ચાશે તેને લઈને ઉત્સુકતા હતી. છેવટે મોડી રાત્રે વર્તમાન વિધાનસભ્ય પર જ પસંદગીનો કળશ ઢોળાયો હતો.  ભાજપના હાઇકમાન્ડે આ બેેઠક પર કોઈપણ બેઠક ન થાય તેટલું મનોમંથન કર્યુ હતુ.

ટિકિટ મળવાની સાથે યોગેશ પટેલે દાવો કર્યો છે કે મને વિજયનો વિશ્વાસ છે. હું પોતે જીતીશ તેમા કોઈ શંકા નથી. યોગેશ પટેલ વડોદરાની માંજલપુર બેઠકના ભાજપના વિધાનસભ્ય છે. તેમણે વર્ષ 2017માં કોંગ્રેસના ચિરાગ હંસકુમાર ઝવેરીને 56,362 મતથી હરાવ્ા હતા.

યોગેશ પટેલે કહ્યું હતું કે હું બહુમતીથી જીતી જઈશ તેવો મને વિશ્વાસ છે  અને આજે  10 વાગ્યે  હું મારા સમર્થકો સાથે જઇને ફોર્મ ભરીશ. તેમણે કહ્યું કે મને ખાતરી હતી કે  મને જ ટિકિટ મળશે. હું જીતીશ તેમાં કોઈ  બેમત નથી. યોગેશ પટેલ વડોદરાની માંજલપુર બેઠકના ભાજપના ધારાસભ્ય છે. તેમણે  વર્ષ 2017માં કોંગ્રેસના ચિરાગ હંસકુમાર ઝવેરી (ચિરાગ ઝવેરી) ને 56,362 મતોથી હરાવ્યા હતા. વર્ષ 2017માં યોગેશ પટેલને 1,05,036 વોટ મળ્યા હતા, જ્યારે ચિરાગ ઝવેરીને 48,674 વોટ મળ્યા હતા.