Not Set/ યોગી આદિત્યનાથે કર્યો બફાટ, કહ્યું મહાગઢબંધન એટલે હુલ્લડ કર્તાઓનું ગઢબંધન

લોકસભા ચુંટણીનાં છઠ્ઠા ચરણની જોરસોરથી તૈયારી કરતા નેતાઓ દરેક મુદ્દે બધાથી આગળ વધવા માંગતા હોય તેવુ પ્રચારમાં જોવા મળી રહ્યુ છે. દરેક પક્ષનાં નેતાઓ જાણે હુ જ બોલુ, મોટેથી બોલુ અને સૌથી વિવાદાસ્પદ બોલુ આ વિચાર સાથે ચુંટણી મેદાનમાં કૂદી પડ્યા હોય તેમ લાગી રહ્યુ છે. આ કડીમાં યોગી આદિત્યનાથ પોતાને જોડી રહ્યા છે. તેમણે […]

Top Stories India Politics
1491484846 752 યોગી આદિત્યનાથે કર્યો બફાટ, કહ્યું મહાગઢબંધન એટલે હુલ્લડ કર્તાઓનું ગઢબંધન

લોકસભા ચુંટણીનાં છઠ્ઠા ચરણની જોરસોરથી તૈયારી કરતા નેતાઓ દરેક મુદ્દે બધાથી આગળ વધવા માંગતા હોય તેવુ પ્રચારમાં જોવા મળી રહ્યુ છે. દરેક પક્ષનાં નેતાઓ જાણે હુ જ બોલુ, મોટેથી બોલુ અને સૌથી વિવાદાસ્પદ બોલુ આ વિચાર સાથે ચુંટણી મેદાનમાં કૂદી પડ્યા હોય તેમ લાગી રહ્યુ છે. આ કડીમાં યોગી આદિત્યનાથ પોતાને જોડી રહ્યા છે. તેમણે જનતા સાથે સંવાદમાં કહ્યુ કે, સપા-બસપાનું ગઢબંધન હુલ્લડ કરનારાઓનું ગઢબંધન છે.

ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનતાને આહ્વાહન કરતા કહ્યુ કે, આ ગઢબંધન સાથે કોઇપણ દોસ્તીનો અર્થ આત્મહત્યા કરવા બરાબર છે. યોગીએ ડુમરિયાગંજ અને ખલીલાબાદ લોકસભા વિસ્તારમાં ભાજપ ઉમેદરોનો સમર્થનમાં આયોજીત જનસભામાં આરોપ લગાવ્યો અને કહ્યુ, સપા-બસપા ગઢબંધન માત્ર ભ્રષ્ટાચાર અને લૂંટનું છે. આ હુલ્લડ કરવનારોનું ગઢબંધન છે. આ સુરક્ષાની સાથે રમત કરનાર, ગરીબો અને વંચિતોનો હક હડપનારોનું ગઢબંધન છે. આમની સાથે કોઇપણ દોસ્તીનો અર્થ આત્મહત્યા કરવા બરાબર છે. સાથે તેમણે કહ્યુ કે, સંત કબિરે કહ્યુ હતુ કે, બે જુઠ્ઠા મળી જાય છે ત્યારે તેમની પરસ્પર સ્નેહ વધી જાય છે.

યુપીનાં સીએમ યોગી આદિત્યનાથ આ પહેલા પણ વિવાદિત નિવેદન આપી ચર્ચામાં રહ્યા છે. લોકસભા ચુંટણીમાં વિવાદિત નિવેદન આપવામાં પક્ષ વિપક્ષ બંન્ને રેસ લગાવી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે લોકસભા ચુંટણી પૂર્ણ થયા બાદ જનતા કોને સત્તા સુધી પહોચાડે છે.