water level/ સરદાર સરોવર ડેમની જળ સપાટી આજે 137.8 પહોંચી

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.8 મીટર થઇ ગઇ છે. નર્મદા ડેમમાં 96,866 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.

Top Stories Gujarat
1 31 સરદાર સરોવર ડેમની જળ સપાટી આજે 137.8 પહોંચી

ગુજરાતમાં આ વખતે  ચોમાસુ  ખુબ સારૂ  રહ્યું છે, જેના લીધે ડેમમાં પાણીની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.8 મીટર થઇ ગઇ છે. નર્મદા ડેમમાં 96,866 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા નદીમાંથી 65,314 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. આ સાથે નર્મદા ડેમના બે દરવાજા 0.35 સેમી ખોલીને 10,000 ક્યુસેક છોડવામાં આવી રહ્યુ છે. નોંધનીય છે કે, નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી  138.68 મીટર  છે.  તેમજ 1200 મેગાવોટનું રીવરબેડ પાવરહાઉસ સતત 24 કલાક ચાલી રહ્યું છે. જેમાંથી રોજનું વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે બે વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137 મીટર પાર કરી ગઇ છે. જેના કારણે નર્મદા ડેમમાં પાણીનો કુલ સ્ટોરેજ જથ્થો 5234.10 મિલિયન ક્યુબિક મીટર થઈ ગયો છે. હવે માત્ર 1.06 મીટર જ ડેમની મહત્તમ સપાટીથી દૂર છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં આ વખતે ખૂબ સારો વરસાદ પડ્યો છે, જેના કારણે નર્મદા ડેમના દરવાજા ખોલીને સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક થઇ રહી છે. ત્યારે ડેમની જળ સપાટી સિઝનમાં પ્રથમ વખત 137 પાર કરી 137.08 મીટર થઈ ગઈ છે.