Republic day/ સિવિલ હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા 72 માં ગણતંત્ર દિવસની ઉજવણી

અમદાવાદ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં ૭૨માં પ્રજાસત્તાક દિને સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો જે વી મોદી દ્વારા રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવી સલામી આપવામા આવી હતી…

Ahmedabad Gujarat
s 12 સિવિલ હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા 72 માં ગણતંત્ર દિવસની ઉજવણી

અમદાવાદ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં ૭૨માં પ્રજાસત્તાક દિને સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો જે વી મોદી દ્વારા રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી.

s 13 સિવિલ હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા 72 માં ગણતંત્ર દિવસની ઉજવણી

કોરોના કાળમાં વર્ષનાં પ્રારંભે જ્યારે કોરોના અંતની શરૂઆત થઇ છે ત્યારે તબીબોએ ઉત્સાહભેર ગણતંત્ર દિવસની ઉજવણી કરીને સકારાત્મકતાનો સંદેશો પાઠવ્યો હતો. આ પ્રસંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર જે.વી. મોદીએ જણાવ્યું હતું કે, “કોરોના કાળમાં થઈ રહેલ 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સવિશેષ છે.

s 14 સિવિલ હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા 72 માં ગણતંત્ર દિવસની ઉજવણી

સમગ્ર વર્ષ 2020 દરમિયાન સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમે એક જૂથ થઈ કોરોના સામે લડત આપી બાથ ભીડી હતી. જેના પરિણામ સ્વરૂપ આજે કોરોના સામેની મોટા ભાગની જંગ જીતવામાં સિવિલ હોસ્પિટલ સફળ રહી છે.કોરોના રસીકરણની જ્યારે શરૂઆત થઇ છે તેવા સમયે હજુ થોડું ધીરજ રાખીને સરકારી તમામ દિશાનિર્દેશોનું પાલન કરીને એ જ જોમ અને જુસ્સાથી લડતને આગળ ધપાવી સકારાત્મક પરિણામ સુધી લઈ જવા માટે ઉપસ્થિત તમામ લોકોને ડૉ. જે.વી.મોદીએ સંદેશો આપ્યો હતો.

s 15 સિવિલ હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા 72 માં ગણતંત્ર દિવસની ઉજવણી

72 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સિવિલ હોસ્પિટલના તમામ વિભાગના વડા, સિનિયર તબીબો, નર્સિંગ,પેરામેડિકલ સ્ટાફ, સિક્યુરીટી કર્મીઓ,સફાઇ કર્મીઓએ ઉત્સાહભેર સમગ્ર કાર્યક્રમની ઉજવણી કરી હતી.

કૃષિ આંદોલન / ખેડૂત ટ્રેક્ટર રેલીમાં ચિલ્લા બોર્ડર પર સ્ટંટ કરતી વખતે ટ્રેકટર પલટ્યું,

Republic day / તિરંગો ફરકાવવાનાં છે કેટલાક નિયમો, જાણો નહીંતર થશે સજા

Republic day / જાણો 26 જાન્યુઆરીનાં દિવસે દિલ્હીમાં કેટલી છે સુરક્ષાઓ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો