Ahmedabad/ “તને કપડા ધોતા પણ નથી આવડતું તું શું કરીશ…”સાસરિયાં પક્ષ વિરૂદ્ધ પીડિતાએ ફરિયાદ નોંધાવી

ભૂતકાળમાં લોકોની અંદર કુરિવાજો, નીચલી કક્ષાની માનસિકતા હતી. અને મહિલાઓમાં ખાસ કરીને વહુના પાત્રમાં સાસુ ની માનસિકતા એવી હતી કે જાણે પરણિત યુવતી જાણે મનુષ્ય જ નથી અને ન તો તે કોઈની દીકરી છે એમ એની જોડે વર્તન કરવામાં આવતું હતું.

Ahmedabad Gujarat
a 328 "તને કપડા ધોતા પણ નથી આવડતું તું શું કરીશ..."સાસરિયાં પક્ષ વિરૂદ્ધ પીડિતાએ ફરિયાદ નોંધાવી

@રીઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

મેટ્રોસીટી અમદાવાદમાં લોકોની રહેણીકરણી બદલાઈ ગઈ છે. લોકો હવે ફાસ્ટ લાઇફની જેમ પોતાનું જીવન ગુજારી રહ્યા છે. આજની પેઢીના યુવક અને યુવતીને મોર્ડન થઈને ફરવું ગમે છે અને તેમના વિચારો પણ હવે ખુબજ બદલાઈ ગયા છે. પરંતુ, હજી પણ કેટલાક લોકોની માનસિકતા એવી જ છે કે જે ભૂતકાળના લોકોની હતી.

ભૂતકાળમાં લોકોની અંદર કુરિવાજો, નીચલી કક્ષાની માનસિકતા હતી. અને મહિલાઓમાં ખાસ કરીને વહુના પાત્રમાં સાસુ ની માનસિકતા એવી હતી કે જાણે પરણિત યુવતી જાણે મનુષ્ય જ નથી અને ન તો તે કોઈની દીકરી છે એમ એની જોડે વર્તન કરવામાં આવતું હતું. સમય બદલાયો જમાનો બદલાયો પણ હજી પણ વહુની ઉપર ત્રાસ ગુજારવાની માનસિકતા ઘણા ખરા લોકોના દિમાગમાં જીવિત છે.અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલા વિશ્રામ પાર્કમાં આવોજ એક બનાવ સામને આવ્યો છે.

પીડિતા સોનલ બેન ( નામ બદલેલ છે.) એ પોતાના સાસરિયાં પક્ષ વિરૂદ્ધ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે.

જેમાં તેમના તરફથી આક્ષેપ કરાયો છે કે તેમના પતિ કનૈયા લાલ કોષ્ટી તેમને ઘણા સમયથી મેણા ટોળા મારીને ત્રાસ આપતા હતા. તેમની દરેક જરૂરિયાતોને પૂરી કરવા તેમના પતિ ના પાડી દેતાં હતા. એટલું જ નહિ પીડિતાની સાસુ હીરાબેન કોષ્ટિ, જેઠાણી રેખા બેન , જેઠ કેલાશ ભાઈ તેમજ સસરા ચંદ્રકાંત કોષ્ટી આ તમામ મળીને પીડિતાને જમવા બાબતે, કપડા ધોવા માટે તેમજ વાસણ ધોવા બાબતે મેળા ટોળા મારીને તેમની સાથે ઝઘડો કરતા હતા. અને પિયર માંથી રૂપિયા લાવવા માટે પીડિતાને ડરાવીને ધમકીઓ આપતા હતા.

જેથી કંટાળી ગયેલી મહિલાએ સાસુ , સસરા, જેઠ , જેઠાણી અને પોતાના પતિ વિરુદ્ધ ઈસનપુર પોલીસ સ્ટેશન માં શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો