Not Set/ “તમે આગળ વધો, સરકાર તમારી સાથે છે” : નાણાંમંત્રીની ઉદ્યોગકારોને હૈયાધારણા

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા દિલ્હીમાં યોજવામાં આવેલી પત્રકાર પરિષદનાં દેશનાં તમામ પ્રકારનાં ઉદ્યોગકારોને હૈયાધારણા આપવામાં આવી છે. સરકાર તમારી સાથે, તમે તમારૂ કાર્ય કરતા રહો જેવી મોરાલ ઓફ ધ સ્ટોરી સાથે યોજાયેલી પત્રકાર પરિષદમાં નાંણામંત્રી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે, દેશનાં નાના, મધ્યમ, સૂક્ષ્મ, નેનો અથવા મોટા ગમે તે કદનાં ઉદ્યોગકારો હોય, અમે તેવુું […]

Top Stories Business
ns "તમે આગળ વધો, સરકાર તમારી સાથે છે" : નાણાંમંત્રીની ઉદ્યોગકારોને હૈયાધારણા

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા દિલ્હીમાં યોજવામાં આવેલી પત્રકાર પરિષદનાં દેશનાં તમામ પ્રકારનાં ઉદ્યોગકારોને હૈયાધારણા આપવામાં આવી છે. સરકાર તમારી સાથે, તમે તમારૂ કાર્ય કરતા રહો જેવી મોરાલ ઓફ ધ સ્ટોરી સાથે યોજાયેલી પત્રકાર પરિષદમાં નાંણામંત્રી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે, દેશનાં નાના, મધ્યમ, સૂક્ષ્મ, નેનો અથવા મોટા ગમે તે કદનાં ઉદ્યોગકારો હોય, અમે તેવુું ઇચ્છીએ છીએ કે, કોઇ પણ જાતની ચિંતા કર્યા વગર તેમ તમારા ધંધા સાથે આગળ વધો.

આપને જણાવી દઇએ કે એક દિવસ પહેલા જ નાણામંત્રી દ્વારા વિશ્વમાં ઉભરી રહેલા આર્થિક મંદીનાં હાઉને ખાળવા અને ભારતનાં આર્થતંત્રની ગાડીને ફરી પટરી પર પુર પાટ દોડતી કરવા માટેનાં હેતું સાથે અનેક ઔદ્યોગિક, તેમજ વ્યાવસાહિક સુધાર કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

નાણામંત્રીની જાહેરાત પછી બજારો દ્વારા પણ પોઝિટિવ સંકેતો આપવામાં આવ્યા છે. ત્યારે આજે આપવામાં આવેલી હૈયાધારણાથી બજારોમાં પોઝિટીવિટી આવશે તેવો પણ અંદાજ લગાડવામાં આવી રહ્યો છે.

જુઓ આ વિડીઓમાં શું ક્યું નાણામંત્રીએ……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.