Economy/ 10 અરબપતિઓએ કોરોના કહેરમાં બનાવી એટલી સંપત્તિ જાણીને તમે પણ ચોંકી જશો

કોરોનાવાયરસએ વિશ્વમાં હાજર આવકની અસમાનતાને ભયંકર રીતે વધારી દીધી છે…

World
DANILIMDA 2 10 અરબપતિઓએ કોરોના કહેરમાં બનાવી એટલી સંપત્તિ જાણીને તમે પણ ચોંકી જશો

કોરોનાવાયરસએ વિશ્વમાં હાજર આવકની અસમાનતાને ભયંકર રીતે વધારી દીધી છે, જેનાથી તેની અસર શિક્ષણ, આરોગ્ય અને વધુ સારું જીવન જીવવાનાં અધિકાર પર વધુ ઉંડો પડી શકે  છે. વિશ્વનાં ધનિક લોકો અને જેઓ ગરીબીમાં જીવનાર અને ગરીબીમાં મરી જનારની વચ્ચેનું અંતર ખતરનાક રીતે વધ્યુ છે.

નોન-પ્રોફિટ ગ્રુપ Oxfam એ સોમવારે એક અહેવાલમાં જણાવ્યું છે. આ અહેવાલ સ્વિટ્ઝર્લેન્ડમાં થઈ રહેલા દાવોસ સમિટમાં રજૂ કરવામાં આવશે. ‘The Inequality Virus’ શીર્ષકવાળા અહેવાલમાં અર્થતંત્રની શોષણ પ્રણાલીની તીવ્ર ટીકા કરવામાં આવેલ છે, જે પિતૃસત્તા, માળખાગત રંગભેદ અને સફેદ વર્ચસ્વ જેવી અસમાનતા અને સરમુખત્યારશાહીને પ્રોત્સાહન આપે છે.

આ અહેવાલમાં જણાવાયું છે કે ‘વિશ્વવ્યાપી 18 માર્ચથી 31 ડિસેમ્બર, 2020 સુધીમાં, અબજોપતિઓની સંપત્તિમાં 3.9 ટ્રિલિયન ડોલરનો વધારો થયો છે અને આ સમયગાળા દરમિયાન વિશ્વનાં 10 પ્રથમ અબજોપતિઓની સંપત્તિમાં 540 અબજ ડોલરનો વધારો થયો છે. વળી, રોગચાળાને કારણે કરોડો લોકોને નોકરી ગુમાવી પડી અને ઘણા લોકો ભૂખમરાનાં આરે આવ્યા. એક એવો અંદાજ છે કે આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 200 મિલિયનથી 500 મિલિયન લોકો ગરીબ બન્યા છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ‘રોગચાળાએ એ હકીકતને ઉજાગર કરી છે કે વિશ્વનાં જે લોકો દૈનિક 2 ડોલરથી 10 ડોલરની આવક પર નિર્ભર રહે છે – તેઓ ગરીબીથી માત્ર એક ચેક દૂર છે, એટલે કે તેમને પગાર મળે તો તેઓ ગરીબીનાં સ્તરે આવી જશે. Oxfam એ કહ્યું કે, જ્યારે કોરોનાવાયરસને કારણે મુસાફરી પર પ્રતિબંધ હતો ત્યારે ખિસ્સાથી ભરેલા અબજોપતિઓ પોતાના માટે ખાનગી જેટ ખરીદી રહ્યા હતા.

NEW DELHI / રાષ્ટ્રીય બાળ પુરસ્કાર જીતનાર 32 બાળકો સાથે PM આજે કરશે સંવાદ

Covid-19 / દેશ અને દુનિયામાં કોરોનાનાં નવા કેસની આવી છે સ્થિતિ, જાણો ક્યા કેટલા નોંધાયા કેસ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો