Not Set/ અડપલા કરનાર આધેડને શોધવા માટે વિદ્યાર્થીનીએ કેવી રીતે શહેર ગજાવ્યું, જાણશો તો ચોંકી જશો

નવી દિલ્હી દક્ષિણ-પશ્ચિમ દિલ્હીમાં વસંત વિહાર પોલીસ સ્ટેશનમાં એક ક્લસ્ટર બસમાં દિલ્હી યુનિવર્સીટીની  વિધાર્થીની સાથે અશ્લીલ હરકત કરવા મામલે ૭ ફેબ્રુઆરીના રોજ  વિદ્યાર્થીનીએ એ વ્યક્તિનો વિડિયો બનાવીને તેની સામે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના પર પોલીસે એ વ્યક્તિના સમગ્ર શહેરમાં તેના ફોટાવાળા પોસ્ટર લગાવીને જે વ્યક્તિ આ આરોપીની ખબર આપશે તેના માથે ૨૫,૦૦૦ રૂપિયાનું ઇનામ […]

Top Stories
ani અડપલા કરનાર આધેડને શોધવા માટે વિદ્યાર્થીનીએ કેવી રીતે શહેર ગજાવ્યું, જાણશો તો ચોંકી જશો

નવી દિલ્હી

દક્ષિણ-પશ્ચિમ દિલ્હીમાં વસંત વિહાર પોલીસ સ્ટેશનમાં એક ક્લસ્ટર બસમાં દિલ્હી યુનિવર્સીટીની  વિધાર્થીની સાથે અશ્લીલ હરકત કરવા મામલે ૭ ફેબ્રુઆરીના રોજ  વિદ્યાર્થીનીએ એ વ્યક્તિનો વિડિયો બનાવીને તેની સામે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના પર પોલીસે એ વ્યક્તિના સમગ્ર શહેરમાં તેના ફોટાવાળા પોસ્ટર લગાવીને જે વ્યક્તિ આ આરોપીની ખબર આપશે તેના માથે ૨૫,૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.આજે ૧૦ દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ હજુ આરોપીને શોધવામાં નાકામયાબ રહી છે.

૭ ફેબ્રુઆરી,૨૦૧૮ના રોજ ડીયુ કોલેજની વિધાર્થીની રૂટ  નંબર ૭૭૪ પર ચાલનારી ક્લસ્ટર બસમાં જઈ રહી હતી ,તે દરમ્યાન આશરે ૪૦-૪૫ વર્ષીય એક શખ્શે આ વિધાર્થીની સામે અશ્લીલ હરકત કરી હતી. આ શખ્શ વિધાર્થીનીની બાજુની સીટમાં જ બેઠો હતો.

વિદ્યાર્થીનીએ વિડિયો કેવી રીતે બનાવ્યો

બાજુની સીટ પર બેઠેલો માણસ અમાનવીય કૃત્ય કરે છે. તેની જાણ વિદ્યાર્થીનીને થઇ ગઈ હતી અને તેણે તેનો વિડીયો બનાવી દીધો. આ વિડીયોમાં આરોપીનો ચહેરો પણ કેદ થઇ ગયો હતો અને આ પુરાવા સાથે તેણે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી હતી. જેને પગલે પોલીસે આ શખ્શના ફોટા વાળા પોસ્ટર છપાવ્યા હતા.

પોલીસે વહેચ્યા સમગ્ર શહેરમાં પોસ્ટર

વીડિયોના આધારે આરોપીનો ચહેરો મળી ગયો હતો. જેને લઈને પોસ્ટર બનાવ્યું અને તેને સમગ્ર શહેરમાં વિવિધ જાહેર જગ્યા જ નહિ પરંતુ ઓટો રિક્ષા વાળાને પણ વહેચ્યા હતા.

આરોપીની ખબર આપશે તેને ૨૫,૦૦૦ રૂપિયાનું ઇનામ

ઘટનાને ઘણા દિવસ વીતી ગયા હતા. પરંતુ ખાલી પોસ્ટરના આધારે કઈ માહિતી ન મળતા પોલીસે આ આરોપીની ખબર આપવા બદલ ૨૫,૦૦૦ રૂપિયાના ઇનામની ઘોષણા કરી હતી.

૧૦ દિવસ થી પોલીસનો આ એક માત્ર જવાબ

પીડિત વિધાર્થીનીનું કહેવું છે કે, હું રોજ પોલીસ સ્ટેશનમાં આરોપી મળ્યો કે નહી તે પૂછવા માટે જાઉં છુ પરંતુ તેમનો રોજ એક જ જવાબ હોય છે કે અમે હજુ શોધખોળ કરી રહ્યા છીએ.

મહત્વનું છે કે, ૧૦ દિવસથી આરોપીનો ફોટો અને શહેરમાં ઇનામનો પ્રચાર કર્યો હોવા છતાં પણ પોલીસ એક વ્યક્તિને શોધી નથી શકતી. આ ઉપરથી તેમની કાર્ય કરવાની ક્ષમતા સ્પષ્ટ દેખાય છે.

મહત્વનું છે કે, આવો માત્ર એક આરોપી નથી. પરંતુ બસમાં ભીડનો લાભ ઉઠાવીને અશ્લીલ હરકત કરવી એવા ઘણા લોકો છે. જેમાં યુવાન વયથી લઈને આધેડ વય સુધીના તમામ પુરુષનો સમાવેશ થાય છે.