Shameful/ તમિલનાડુમાં યુવકનો નિર્દય અચટચાળો, હાથી પર સળગતું ટાયર ફેંકતા મોત, વિડીયો વાયરલ

સગર્ભા હાથીના અવસાન પછી, બીજા હાથીના નિર્દય મોતથી સમગ્ર દેશ હચમચી ઉઠયો છે.મામલો તમિલનાડુના

Top Stories
1

સગર્ભા હાથીના અવસાન પછી, બીજા હાથીના નિર્દય મોતથી સમગ્ર દેશ હચમચી ઉઠયો છે.મામલો તમિલનાડુના નીલગિરિનો છે. અહીં એક વ્યક્તિએ સળગતા ટાયરને હાથી ઉપર ફેંકી દીધો. આ સળગતા ટાયરને કારણે હાથી ખરાબ રીતે ઘાયલ થયો હતો અને સારવાર દરમિયાન થોડા દિવસો પછી તેનું મોત નીપજ્યું હતું. હાથીના કાન પર ટાયર સળગાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Shocking visuals show lit branch land on elephant's head in Tamil Nadu |  The News Minute

વાયરલ વીડિયોમાં હાથીના કાન પર સળગતા ટાયર જોઇ શકાય છે. જેના કારણે હાથી પીડાથી આસપાસ ભાગવા લાગ્યો હતો. આ સમય દરમિયાન, તેના કાનની આસપાસનો વિસ્તાર ખરાબ રીતે બળી ગયો હતો.

Elephant dies of burn injuries after people throw burning tyre at it in Tamil  Nadu

CWC meeting / ગેહલોત બળવાખોરો સામે તાડૂક્યા પૂછ્યું- સોનિયા ગાંધી પર વિશ્વાસ નથી

હાથીની છેલ્લી વિદાયનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ફોરેસ્ટ રેન્જર હાથીની હાથીની સૂંઢ ને પકડીને રડી રહ્યો છે. વન રેન્જરના આ ભાવનાત્મક વિડિઓએ સોશિયલ મીડિયા પર દરેકને ભાવનાત્મક બનાવી દીધી છે. માઇક્રોબ્લોગિંગ સાઇટ પર હજારો લોકોએ આ વિડિઓ જોઈ છે.અધિકારીઓએ શુક્રવારે કહ્યું હતું કે હાથીનું એક કાનમાં ઊંડા ઘાને કારણે થોડા દિવસો પહેલા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Wounded tusker set ablaze in Tamil Nadu, dies later, video emerges

કૃષિ આંદોલન / 11 બેઠકો 45 કલાકની વાટાઘાટોનું પરિણામ શૂન્ય, કૃષિ મંત્રીનું રટણ દરખાસ્ત જ શ્રેષ્ઠ

તેણે કહ્યું કે વીડિયોમાં એક વ્યક્તિ મકાનમાંથી સળગતી વસ્તુ ફેંકી રહ્યો છે, જેણે હાથીના કાનને ઇજા પહોંચાડી હતી. પાછળથી હાથી એક ડેમ નજીક પડેલો મળી આવ્યો હતો. પશુચિકિત્સકોએ હાથીની સારવાર કરવાનો પ્રયાસ કર્યો પણ તે મરી ગયો. સૂત્રોએ જણાવ્યું હતું કે પાછળથી તપાસમાં જાણવા મળ્યું છે કે કાનના દાઝેલા ઘાને બદલે હાથીનું વધુ પડતું લોહી નીકળવા અને અન્ય કારણોસર મૃત્યુ થયું હતું.

bangladesh / ભારત પાસેથી કોરોના રસી મેળવીને બાદ બાંગ્લાદેશ ગદગદિત, PM મોદીને જણાવ્યું કે….

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…