Crime/ પાંડેસરાના વડોદ ગામમાં યુવતીની મદદ કરવા જતા યુવકની થઈ હત્યા

યુવતિની મશ્કરી કરવા સબબ રાહુલ ઠાકોરે રોહિત યાદવને ઠપકો આપ્યો હતો. જેને લઇને રોહિત યાદવ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલા ચપ્પુ વડે યુવક ઉપર જીવલેણ હુમલો કરી દીધો હતો.

Gujarat Surat
Three cousin Brothers killed a man In Rajkot

સુરતમાં વધુ એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પાંડેસરાના વડોદ ગામમાં નજીવી બાબતે યુવકની હત્યા કરી નાંખવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. વડોદના રાજમાતા ચોકમાં પાણીપુરીની લારી ઉપર મજાક મસ્તી હત્યાનું કારણ બન્યું છે. રાહુલ ઠાકુર નામના યુવકની હત્યા કરવામાં આવી છે. પાંડેસરા પોલીસે એક યુવકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

  • સુરતમાં વધુ એક હત્યાની ઘટના
  • પાંડેસરાના વડોદ ગામમાં યુવકની હત્યા
  • મજાક મસ્તીમાં યુવકની થઈ હત્યા
  • પાંડેસરા પોલીસે યુવકની અટકાયત

યુવતી મશ્કરી કરવા બાબતે ઠપકો આપનાર યુવકની હત્યા મામલે સુરતની પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. મિત્રની બહેનની મશ્કરી કરવા બાબતે ઠપકો આપતા પાણીપુરીની લારી ઉપર યુવક દ્વારા ચપ્પુ વડે હુમલો કરતા યુવકનું મોત થયું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી.

સુરતમાં ગુનાખોરીએ જાણે માઝા મૂકી હોય તેમ દરરોજ સવાર પડે ને એક હત્યાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં પાણી પુરી ખાવા ગયેલી યુવતીની મશ્કરીમાં યુવતીનો ભાઈ અને તેનો મિત્ર એક યુવકને ઠપકો આપ્યો હતો. જેને લઇને યુવકે યુવતીના ભાઇ પર જીવલેણ હુમલો કર્યો હતો. અને યુવતીના ભાઇનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.  જોકે પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં મોડી રાત્રે હત્યાની ઘટના સામે આવી હતી. ગણેશનગર પાસે આવેલી પાણીપુરીની લારી ઉપર એક યુવતી પાણીપુરી ખાવા પહોંચી હતી તે સમયે આ જ વિસ્તારમાં રહેતો અને માથાભારે ઇસમની છાપ ધરાવતો રોહીત યાદવ પણ આ પાણીપુરીની લારી પર નાસ્તો કરવા પહોંચ્યો હતો. જોકે રોહીત યાદવ યુવતિની મશ્કરી કરતો હતો ત્યારે યુવતીનો ભાઈ અને તેનો મિત્ર રાહુલ ઠાકોર પણ ત્યાં પહોંચી ગયા હતા. અને યુવતિની મશ્કરી કરવા સબબ રાહુલ ઠાકોરે રોહિત યાદવને ઠપકો આપ્યો હતો. જેને લઇને રોહિત યાદવ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલા ચપ્પુ વડે યુવક ઉપર જીવલેણ હુમલો કરી દીધો હતો.

રોહિતે રાહુલ ઠાકોરને પેટના ભાગે ચપ્પુ મારતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતુ. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી કામે લાગી હતી ત્યારે પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમે સુરક્ષિત છીએ, લડતા શીખી રહ્યા છીએ : બોમ્બ બ્લાસ્ટ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓએ બતાવી હિંમત

યુક્રેનના 233 ટેન્ક, સશસ્ત્ર વાહનો, 28 એરક્રાફ્ટ સહિત મોટી સંખ્યામાં શસ્ત્રોનો કર્યો નાશ : રશિયન સંરક્ષણ મંત્રાલયનો દાવો