Indecent behavior/ આ યુવકે બાયડ પોલીસ મથકે જઈ પોલીસકર્મીને બીભત્સ ગાળો બોલી, જાણો કેમ ?

દારૂ પી ને બાયડ પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યો યુવક, પી એસ ઓની ફરજ પર રહેલા પોલીસ કર્મીને બીભત્સ ગાળો બોલતો વીડિયો આવ્યો સામે

Gujarat Others
WhatsApp Image 2022 10 08 at 1.20.07 AM 5 આ યુવકે બાયડ પોલીસ મથકે જઈ પોલીસકર્મીને બીભત્સ ગાળો બોલી, જાણો કેમ ?

અરવલ્લી જિલ્લામાં કાયદાનો જાણે કોઈ ડરજ ના હોય તેમ દિવસે ને દિવસે પોલીસ સાથેના અનબનાવો વધી રહ્યા છે. જિલ્લાના બાયડ પોલીસ સ્ટેશનમાં રાત્રીએ યુવક દારૂના નશામાં ધમાલ મચાવી હતી.અને પી એસ ઓની ફરજ પર રહેલા પોલીસકર્મીને બીભત્સ ગાળો  બોલી હતી અને પોલીસ સ્ટેશન માથે લીધું હતું.

બાયડમાં આવેલ પરીશ્રમ સોસાયટીમાં રહેતો અને બાયડ પોસ્ટ ઓફીસમાં નોકરી કરતો સુનિલ દલસુખભાઈ રાઠોડ નામનો યુવક નશાની હાલતમાં બાયડ પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યો હતો અને અમારી સોસાયટીમાં નાઈટ પોઇન્ટ કેમ ગોઠવતા નથી તેવું કહી શોર મચાવ્યો હતો. ફરજ પરના પોલીસ કર્મી ને બિભત્સ ગાળો બોલી હતી.  નશાની હાલતમાં પોલીસ સ્ટેશનમાં પહોંચેલા યુવક વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ ની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.