Not Set/ જામનગરનો યુવાન વતનની વહારે, નોકરીમાં રજા મૂકી ઉમેદવારોને આપે છે ટ્રેનિંગ

જામનગરમાં આર્મીમેન દ્વારા LRD લોક રક્ષકદળના ઉમેદવારોને પરીક્ષા માટે ફિઝિકલ તૈયારી કરાવવામાં આવી રહી છે.

Top Stories Gujarat Others
આર્મીમેન જામનગરનો યુવાન વતનની વહારે, નોકરીમાં રજા મૂકી ઉમેદવારોને

રાજ્યમાં લોક રક્ષકદળની 10 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ભરતી માટે શારીરિક પરીક્ષા 3 ડિસેમ્બરથી 29મી જાન્યુઆરી સુધી ચાલશે. ત્યારે જામનગરમાં આર્મીમેન દ્વારા LRD લોક રક્ષકદળના ઉમેદવારોને પરીક્ષા માટે ફિઝિકલ તૈયારી કરાવવામાં આવી રહી છે.

  • ભીખુભાઈ ગઢવી ઈન્ડિયન આર્મીમાં બજાવે છે ફરજ
  • ભીખુભાઈ ગઢવી સ્પોર્ટ્સ સાથે જોડાયેલા છે

જામનગરના વતની અને હાલમાં લદાક ખાતે આર્મીમાં ફરજ બજાવતા ભીખુ ગઢવી દ્વારા હાલમાં જે લોકરક્ષક દળ પોલીસ ભરતીની યુવાનો દ્વારા જે ગ્રાઉન્ડની તૈયારી કરી રહ્યા છે. એમને જરૂરી માર્ગદર્શન આપી સેવાકીય ક્ષેત્ર ઉમદા કાર્ય કરી રહ્યા છે. આર્મીમેન ભીખુભાઈ ગઢવી વિવિધ ક્ષેત્રની સ્પર્ધામાં ચાલીસથી વધારે મેડલ મેળવ્યા છે. તેમજ 200 જેટલી મેરથોનમા પણ ભાગ લીધેલ છે. અને હાલ તેઓ રજા ઉપર છે. ત્યારે જામનગરમાં લોક રક્ષક દળ માટે તૈયારી કરી રહેલા યુવાનોને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે.

આર્મીમેન જામનગરનો યુવાન વતનની વહારે, નોકરીમાં રજા મૂકી ઉમેદવારોને

લોક રક્ષક દળની ભરતીની તૈયારી કરી રહેલા વિરાજ જેઠવા જણાવે છે કે, આવનારી લોક રક્ષક દળની પરીક્ષામાં ભીખુભાઈ ગઢવી જે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવે છે. અને ગમે ત્યારે ફિઝિકલ ભરતી આવે છે ત્યારે નિસ્વાર્થ અમારી પાછળ આટલી મહેનત કરે છે.  ફિઝિકલ ભરતી આવે ત્યારે 2 મહિના માટે પોતે રજા મૂકી અમને ફિઝિકલની તૈયારી કરવા માટે આવે છે.  કોઈપણ ફી વગર તેવો પોતાની રજા મૂકી અમને બધાને ટ્રેનિંગ આપે છે.

આર્મીમેન જામનગરનો યુવાન વતનની વહારે, નોકરીમાં રજા મૂકી ઉમેદવારોને

જામનગરમાં LRDની પરીક્ષા માટે ઉમેદવારો પુરજોશમાં તૈયારી કરી રહ્યા છે. ત્યારે દેશની રક્ષા કરતા વીર જવાન ભીખુભાઇ પોતાના પરિવારને મળવા માટે નહીં પરંતુ આ ઉમેદવારો માટે નિસ્વાર્થ રજા રાખી યુવાધનને આગળ ધપાવી રહ્યા છે. દેશના જવાનની આ સેવાકીય પ્રવૃત્તિને પણ સલામ છે.

Crime / MLAને અપમાનિત કરવાના હેતુથી સોશિયલ મીડિયામાં કરાઇ પોસ્ટ, અજાણ્ય શખ્સ વિરૂધ નોંધાઈ ફરિયાદ

પૌરાણિક કથા / ખરમાસમાં ઘોડાને સ્થાને ગધેડા સૂર્યદેવનો રથ હંકારે છે, ખૂબ જ રસપ્રદ છે કથા 

મહાભારત / અભિમન્યુ કયા ભગવાનનો અવતાર હતો, જન્મ પહેલાં જ તેનું મૃત્યુ કેમ નક્કી થઈ ગયું?

હિન્દુ ધર્મ / નવગ્રહ શાંતિના ખૂબ જ સરળ ઉપાય, જીવનમાં સુખ માટે અવશ્ય અજમાવો