Ahmedabad/ તાજ હોટલનાં પાછળનાં ભાગેથી પિસ્ટલ સાથે યુવક ઝડપાયો, 2 જીવતા કારતુસ પોલીસે કર્યા કબ્જે

અમદાવાદનાં સિંધુભવન રોડ પર તાજ હોટલનાં પાછળના રસ્તેથી અમદાવાદ એસઓજી ક્રાઈમે પિસ્ટલ સાથે એક ઈસમની ધરપકડ કરી છે….

Ahmedabad Gujarat
Makar 108 તાજ હોટલનાં પાછળનાં ભાગેથી પિસ્ટલ સાથે યુવક ઝડપાયો, 2 જીવતા કારતુસ પોલીસે કર્યા કબ્જે

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદનાં સિંધુભવન રોડ પર તાજ હોટલનાં પાછળના રસ્તેથી અમદાવાદ એસઓજી ક્રાઈમે પિસ્ટલ સાથે એક ઈસમની ધરપકડ કરી છે. ઓઢવનાં આદિનાથનગરમાં રહેતા નિરજ ભૂમીહાર નામનાં 20 વર્ષીય યુવકની પાસેથી પોલીસે પિસ્ટલ સહિત બે જીવતા કારતુસ પણ કબ્જે કર્યા છે. આરોપી આ પિસ્ટલ ક્યાંથી લાવ્યો તે દિશામાં પુછપરછ હાથ ધરાઈ છે.

એસઓજી ક્રાઈમે બાતમીનાં આધારે આ યુવકની ધરપકડ કરીને 25 હજારની કિંમતની પિસ્ટલ અને 300 રૂપિયાની કિંમતનાં કારતુસ કબ્જે કર્યા હતા. યુવક સિંધુ ભવન રોડથી ચાલતો પારીજાત આવાસ ઔડાનાં મકાન તરફ જઈ રહ્યો હતો તે દરમ્યાન બાતમીનાં આધારે એસઓજી ક્રાઈમે આ યુવકને દબોચી લીધો છે.

Ahmedabad: ગળેફાંસો ખાઈને યુવકનો આપધાત, પત્નિ-સાસુ સામે ફરિયાદ…

Tributes: ગુજરાતના આ બે મહાનુભાવોને ગૃહમંત્રી અમિત શાહે આપી શ્રદ્ધાંજલ…

Gujarat: લખતર વિરમગામ હાઇવે પર ધૂમ સ્ટાઇલથી ચોરી…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો