સુરત/ ચોરીનો મોબાઈલ વેંચવા આવેલા લોકોએ તિક્ષ્ણ હથિયારો ઝીંકીને કરી યુવકની હત્યા

ડિંડોલી વિસ્તારમાં ચોરીના મોબાઈલ વેચવા આવેલા લુખ્ખા તત્ત્વોએ એક 20 વર્ષીય યુવક પર તિક્ષ્ણ હથિયારો ઝીંકીને હુમલો કર્યો હતો.

Gujarat Surat
YouTube Thumbnail 2023 11 28T133853.559 ચોરીનો મોબાઈલ વેંચવા આવેલા લોકોએ તિક્ષ્ણ હથિયારો ઝીંકીને કરી યુવકની હત્યા
  • સુરતના ડિંડોલી વિસ્તારમાં યુવકની હત્યા
  • 20 વર્ષીય યુવકની અસામાજિક તત્વોએ કરી હત્યા
  • ચોરીનો મોબાઈલ વેચવા આવ્યા હતા અસામાજિક તત્વો
  • ગત તારીખ 15 નવેમ્બરે કરાયો હતો યુવક પર હુમલો

@દિવ્યેશ પારમાર 

Surat News: સુરતમાં ગત 15 તારીખે લુખ્ખા તત્વોએ શ્રમજીવી પરિવારના ચાર સભ્યો પર ચપ્પુના ઘા ઝીંકીને જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક યુવકને ગંભીર ઇજા પહોંચી હતી.જેની સારવાર ચાલી રહી હતી .સારવાર દરમ્યાન આખરે  યુવકનું મોત થયું હતું.જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

સુરત શહેર  જાણે અસામાજિક તત્વો નો અડ્ડો બની ગયો હોય તેવી એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમાં શ્રમજીવી પરિવારના ચાર સભ્યો પર અસામાંજીક તત્વોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કર્યો છે.જેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.નવાગામ ડિંડોલી વિસ્તાર માં અસામાજિક તત્વો નો કહેર યથાવત જોવા મળી રહ્યો છે.જેમાં ગત 15 તારીખે ડીંડોલીના શિવાજી પાર્કમાં સમોસાની લારી પર એક જ પરિવારના ચાર લોકો પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો.

ઈજાગ્રસ્ત ચારેયને નવી હોસ્પિટલ માં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે ચાર પૈકી એક યુવકની હાલત ગંભીર હતી. આ યુવકની સારવાર ચાલી રહી હતી તે દરમ્યાન  યુવકનું મોત નિજપ્યું હતું.યુવકનું મોત થતા પરિવાર પર આભ ફાટયું હતું.ઘટના મામલે પોલીસ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.જેમાં હત્યા કરનાર તત્વો ચોરીના મોબાઈલ વેચવા આવ્યા હતા.

સમોસાની લારી વાળા ઓને મોબાઈલ વેચાતા લેવાનું પૂછતાં તેમણે ના પાડી હતી.તે બાબતે ઝગડો કર્યો હતો. જેમાં અસામાજિક તત્વોએ ચપ્પુ અને તલવાર વડે હુમલો કર્યો હતો.આ ઘટના બનતા પરિવારે પોલીસ સામે પણ રોષ વ્યકત કર્યો હતો.આક્ષેપ કર્યા હતા કે ઘટના બન્યા બાદ પણ પોલીસે યોગ્ય કામગીરી નથી કરી. હાલ પોલીસે યુવાન નું મોત થતા હત્યા કરનાર અસામાજિક તત્વો સામે હત્યા નો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 ચોરીનો મોબાઈલ વેંચવા આવેલા લોકોએ તિક્ષ્ણ હથિયારો ઝીંકીને કરી યુવકની હત્યા


આ પણ વાંચો:પતિ સાથે ઝગડા બાદ ઘર છોડી જતી પરિણિતા પર જીઆરડી જવાને આચર્યુ દુષ્કર્મ

આ પણ વાંચો:દીપડો બન્યો બાળકભક્ષી, દોલતપર વિસ્તારમાં 2 વર્ષના બાળક પર કર્યો હુમલો

આ પણ વાંચો:આજે માવઠાનું કોઈ સંકટ નહીઃ ખેડૂતોને સૌથી મોટી રાહત

આ પણ વાંચો:યાત્રાધામ ખેડબ્રહ્માના અંબાજી મંદિરમાં આજે દેવ દિવાળીએ છપ્પન ભોગ