Not Set/ યુ ટ્યુબ ચેનલ બહાને હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ સાથે છેતરપિંડી, જાણો શું છે સમગ્ર મામલો

સુરેન્દ્રનગરના થાનગઢમાં રહેતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ વતી તેમના પુત્ર અફઝલ રાઠોડે નોંધાવેલી ફરિયાદ અનુસાર શાહબુદ્દીન રાઠોડનો રાજકોટના ચેનલ ઓપરેટર રિતેશ કક્કડે 2019માં સંપર્ક કર્યો હતો,

Top Stories Ahmedabad Gujarat
A 71 યુ ટ્યુબ ચેનલ બહાને હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ સાથે છેતરપિંડી, જાણો શું છે સમગ્ર મામલો
  • યુ ટ્યુબ ચેનલ બહાને શાહબુદ્દીન રાઠોડ સાથે છેતરપિંડી
  • રાજકોટનાં ઓપરેટરે આચરી છેતરપિંડી
  • 110 વીડિયો અપલોડ કરી આવક મેળવી લીધી
  • શાહબુદ્દીનનાં પુત્રની સાઇબરમાં ફરિયાદ
  • લાખો લોકોએ 15 માસ સુધી ચેનલ નિહાળી
  • ઓપરેટરે પોતાના એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા

યુ ટ્યુબ ચેનલ બહાને હાસ્ય કલાકાર  શાહબુદ્દીન રાઠોડ સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. તેમના નામથી યુટ્યૂબ ચેનલ બનાવી હાસ્યના વીડિયો અપલોડ કરી લાખો રૂપિયાની રોયલ્ટી ચાંઉ કરવા બદલ રાજકોટના ચેનલ ઓપરેટર સામે સીઆઈડીની સાઇબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવાઈ છે. શાહબુદ્દીન રાઠોડના પુત્ર અફઝલ રાઠોડે રાજકોટના ચેનલ ઓપરેટર રિતેશ કાંતિલાલ કક્કડ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ઓપરેટરે શાહબુદ્દીન રાઠોડના 110 વીડિયો અપલોડ કરી આવક રળી લીધી હતી.

આ પણ વાંચો :ગઈકાલે રાત્રે રાજ્યના અનેક શહેરોમાં ધોધમાર વરસાદ ખાબક્યો, અમદાવાદમાં સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો

સુરેન્દ્રનગરના થાનગઢમાં રહેતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ વતી તેમના પુત્ર અફઝલ રાઠોડે નોંધાવેલી ફરિયાદ અનુસાર શાહબુદ્દીન રાઠોડનો રાજકોટના ચેનલ ઓપરેટર રિતેશ કક્કડે 2019માં સંપર્ક કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે તે સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્લેટફોર્મ પર વીડિયો અપલોડ કરે છે. તેણે શાહબુદ્દીન રાઠોડને તેમના પ્રોગામના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરવા 20 ટકા સર્વિસ ચાર્જ લઈ તેમની ચેનલનું સંચાલન કરવાનું કહ્યું હતું, આથી શાહબુદ્દીનભાઈએ તેમને સંમતિ આપી હતી.

આ પણ વાંચો :અહીં મોબાઈલ બાબતે પિતાએ ઠપકો આપતા કિશોરી ઘરે નિકળી ગઈ : અભયમ ટીમની  સમજાવટથી પરિવાર પાસે

શાહબુદ્દીન રાઠોડને પદ્મશ્રી અવૉર્ડ મળતાં તેમના નામે ચેનલનું નામ ‘શાહબુદ્દીન રાઠોડ પદ્મશ્રી’ કરી યુટ્યૂબમાં તેમની વિગતો આપી તેમના બેંક અકાઉન્ટની માહિતી આપવા રિતેશ કક્કડને કહેવા છતાં તેણે આઠ મહિના સુધી આ ટાઇટલ બદલવાની પ્રક્રિયા કરી ન હતી. ત્યાર બાદ ચેનલનું નામ બદલાયું હતું, પરંતુ એના તમામ રાઈ્ટસ રિતેશે પોતાની પાસે જ રાખ્યા હતા.

આ પણ વાંચો :આરોગ્ય ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ નંબરે : Dy.CM નીતિન પટેલે પત્રકારોને કર્યા અવગત