America/ ફેસબુક, ટ્વિટર બાદ ટ્રમ્પને વધુ એક ઝટકો, હવે Youtube પણ ગયુ હાથમાંથી

ફેસબુક, ટ્વિટર પર સસ્પેન્ડ થયા બાદ ટ્રમ્પને મોટો ઝાટકો લાગ્યો છે, જ્યાં હવે YouTubeમાં પણ ટ્રમ્પનું એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે. આ સાથે જ સોશિયલ મીડિયામાં જે એકમાત્ર પ્લેટફોર્મ બચ્યું હતું, એમાં પણ તેઓને બ્લોક કરાયા છે.

World
a 192 ફેસબુક, ટ્વિટર બાદ ટ્રમ્પને વધુ એક ઝટકો, હવે Youtube પણ ગયુ હાથમાંથી

અમેરિકામાં ૨૦ જાન્યુઆરીએ જો બાઈડન રાષ્ટ્રપતિ તરીકેના શપથ લેવાના છે, પરંતુ આ પહેલા અમેરિકામાં ચહલપહલ સતત જોવા મળી રહી છે. આ દરમિયાન ટ્રમ્પ સમર્થકો દ્વારા કરવામાં આવેલી હિંસા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને ફેસબુક, ટ્વિટર પર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ હવે તેઓને વધુ એક ઝટકો લાગ્યો છે.

આ દરમિયાન ફેસબુક, ટ્વિટર પર સસ્પેન્ડ થયા બાદ ટ્રમ્પને મોટો ઝાટકો લાગ્યો છે, જ્યાં હવે YouTubeમાં પણ ટ્રમ્પનું એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે. આ સાથે જ સોશિયલ મીડિયામાં જે એકમાત્ર પ્લેટફોર્મ બચ્યું હતું, એમાં પણ તેઓને બ્લોક કરાયા છે.

દુનિયાના ટોચના સોશિયલ મીડિયામાંના એક એવા Youtubeએ ટ્રમ્પની ચેનલને એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દીધી છે. આ ઉપરાંત કહેવામાં આવી રહ્યું છે કે સસ્પેન્ડનો સમય આગળ પણ વધારવાની શક્યતા છે.

જણાવવાનું કે YouTube એકમાત્ર એવો પ્રમુખ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ બચ્યું હતું, જેના પરથી ટ્રમ્પને સસ્પેન્ડ કરવામાં આવ્યું નહોતું. આ પહેલા ફેસબુકે ટ્રમ્પના અકાઉન્ટને અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરી દીધું હતું, જ્યારે ટ્વિટરે ટ્રમ્પ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂક્યો છે.

એક YouTube પ્રવક્તાએ પોતાના નિવેદનમાં કહ્યું, સાવચેતીથી સમીક્ષા પછી અને હિંસા માટે ચાલતી શક્યતાઓ વિશે ચિંતાઓને ધ્યાનમાં રાખીને અમે ડોનાલ્ડ જ ટ્રમ્પ ચેનલ પર અપલોડ કરવામાં આવેલી નવી સામગ્રી ખસેડી દીધી અને હિંસા ભડકાવવા માટે અમારી નીતિઓનું ઉલ્લંઘંન કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરિણામે, અમે, ચેનલ પર આવેલા નવા વીડિયો કે લાઇવ સ્ટ્રીમને ઓછામાં ઓછાં સાત દિવસ સુધી અપલોડ કરવાથી અટકાવ્યા છે, જેને લંબાવી પણ શકાય છે.

આપને જણાવી દઈએ કે, ટ્રમ્પની યુટ્યુબ ચેનલ પર તાજેતરમાં એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેના કારણે હિંસા ભડકી હતી, ત્યારબાદ કંપની દ્વારા આ નિર્ણય લેવાયો છે. આ અંગે કંપનીએ જણાવ્યું હતું કે, એક અઠવાડિયાનો સમય પુરો થયા પછી આગળના નિર્ણય માટે પુનર્વિચારણા કરવામાં આવશે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો