Not Set/ યુવકે કોર્ટ માં કર્યો દાવો,સ્વાર્થી આનંદ માટે જ મને જન્મ આપ્યો છે

એક અજીબોગરીબ કહી શકાય તેવો કિસ્સો મુંબઇમાં બન્યો છે. માની ન શકાય પરંતુ હકીકત એ છે કે, મુંબઈના એક યુવાને પોતાના સગા માતાપિતા પર દાવો મૂકવાની યોજના બનાવી છે. જાટકો વાગે એવી વાત એ છે કે, મા બાપ વિરુધ્ધ કેસ કરવાનું કારણ એ કે મા બાપે તેને તેની સંમતિ વિના જન્મ આપ્યો હતો.   આખી […]

India Trending
sud court 260815 યુવકે કોર્ટ માં કર્યો દાવો,સ્વાર્થી આનંદ માટે જ મને જન્મ આપ્યો છે

એક અજીબોગરીબ કહી શકાય તેવો કિસ્સો મુંબઇમાં બન્યો છે. માની ન શકાય પરંતુ હકીકત એ છે કે, મુંબઈના એક યુવાને પોતાના સગા માતાપિતા પર દાવો મૂકવાની યોજના બનાવી છે. જાટકો વાગે એવી વાત એ છે કે, મા બાપ વિરુધ્ધ કેસ કરવાનું કારણ એ કે મા બાપે તેને તેની સંમતિ વિના જન્મ આપ્યો હતો.

 

આખી દુનિયામાં કદાચ પહેલી વાર એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે મુંબઇની આ વ્યક્તિએ પોતાના માતાપિતા પર કોર્ટ દાવો કરવાનો નિર્ણય લીધો છે. અને કારણ માત્ર એટલું જ કે કારણ કે તેઓ તેમની ‘સંમતિ’ લીધા વિના જન્મ આપ્યો હતો.

રાફેલ સેમ્યુઅલ નામના 27 વર્ષના યુવાને, સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક પરના અહેવાલો અને પોસ્ટ્સમાં જણાવ્યુ છે કે, તેના માતાપિતાએ તેમને જન્મ આપવા માટે તેમની પરવાનગી લીધી નથી.

આ યુવાન તેના માતાપિતા સાથે ખરાબ સંબંધ છે અને તેથી આવું પગલુ ભરી રહ્યો છે,  તેવું પણ નથી. હકીકતમાં, તેમની સાથે તેનો ગાઢ સંબંધ છે, પરંતુ સૈદ્ધાંતિક રીતે, તે માત્ર તેના માટે બાળકને જન્મ આપતા લોકોનો વિરોધરુપે આ કેસ કરવા માંગે કરે છે.

 

રાફેલે પોતાની નોટ્સમાં લખ્યુ છે કે, હું મારા માતા-પિતાને પ્રેમ કરું છું, અને અમારો ખૂબ સારો સંબંધ છે, પરંતુ તેઓએ મને ફક્ત તેમના સ્વાર્થી આનંદ માટે જ મને જન્મ આપ્યો છે.