Funny video/ યુઝવેન્દ્ર ચહલ બનાવી રહ્યો છે બોડી, શિખર ઉડાવી રહ્યો છે મઝાક, જુઓ આ મજેદાર વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનર શિખર ધવન સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. એટલું જ નહીં, ધવન અવાર-નવાર ફેન્સ માટે મનોરંજનથી ભરપૂર વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

Sports
ચહલ અને ધવન

ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનર શિખર ધવન સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. એટલું જ નહીં, ધવન અવાર-નવાર ફેન્સ માટે મનોરંજનથી ભરપૂર વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ દરમિયાન શિખર ધવને એક વીડિયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ખુબ જ સરસ છે. આ વીડિયોમાં શિખર ધવન ઉપરાંત જમણા હાથનો સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ પણ જોવા મળી રહ્યો છે.

https://www.instagram.com/reel/CYeBSzAKYiK/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – Ashes series / ઈંગ્લેન્ડ સામે ઉસ્માન ખ્વાજાની ધમાકેદાર બેટિંગ, ચોથી મેચની બન્ને ઇનિંગમાં ફટકારી સદી

ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વીડિયોમાં ધવન અને ચહલ પંજાબીમાં ડાયલોગ પર એક્ટિંગ કરી રહ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે યુઝવેન્દ્ર ચહલ વર્કઆઉટ કરી રહ્યો હતો. આ દરમિયાન ધવન ચહલને ભગવાનનાં સોગંદ લેતા કહે છે કે તને જોઈને તેને તેની દાદી યાદ આવે છે. આ પછી ચહલે ધવનને મસ્તીમાં કહ્યું, “તારી દાદી પણ બોડી બિલ્ડર હતી.” ધવનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જ તેની આ પોસ્ટ પર ફેન્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ બેટ્સમેન શિખર ધવને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટ્રેનિંગ સેશનની વધુ એક તસવીર શેર કરી છે. જેમાં શિખર સિવાય બેટ્સમેન રોહિત શર્મા અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર જોવા મળી રહ્યા છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – મોટો ખુલાસો / શેન વોર્નનો ચોંકાવનારો ખુલાસો, આ ટીમ સામે મેચ ફિંક્સિગ માટે મળી હતી ઓફર

શિખર ધવન, ભુવનેશ્વર કુમાર ઉપરાંત યુઝવેન્દ્ર ચહલની પણ દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરીઝ માટે પસંદગી કરવામાં આવી છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 19 જાન્યુઆરીથી ત્રણ મેચની વનડે સીરીઝ રમાશે. રોહિત શર્મા ઈજાનાં કારણે બહાર હોવાથી ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ કેએલ રાહુલને કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. આ સિવાય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ સીરીઝનો વાઇસ કેપ્ટન હશે.