Not Set/ સનરાઈઝ હૈદરાબાદના કેપ્ટનપદે કેન વિલિયમ્સનની કરાઈ વરણી, ધવનની કરવામાં આવી અવગણના

દિલ્લી, બોલ ટેમ્પરિંગના વિવાદમાં શામેલ કાંગારું ટીમના વાઈસ- કેપ્ટનપદેથી હટાવ્યા બાદ બુધવારે ડેવિડ વોર્નરને IPL-૧૧ની સિઝન માટે સનરાઈઝ હૈદરાબાદ ટીમના કેપ્ટનપદેથી હકાલપટ્ટી કરવામાં આવી હતી, ત્યારે હવે ડેવિડ વોર્નરની જગ્યાએ ટીમના કેપ્ટન તરીકે ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનની વરણી કરવામાં આવી છે. સનરાઈઝ હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીના સીઈઓ કે. શમુંગમે જણાવ્યું હતું કે, “ IPL ૨૦૧૮ની ૧૧મી સનરાઈઝ હૈદરાબાદ ટીમના કેપ્ટનપદે […]

Sports
DFFFHHYY સનરાઈઝ હૈદરાબાદના કેપ્ટનપદે કેન વિલિયમ્સનની કરાઈ વરણી, ધવનની કરવામાં આવી અવગણના

દિલ્લી,

બોલ ટેમ્પરિંગના વિવાદમાં શામેલ કાંગારું ટીમના વાઈસ- કેપ્ટનપદેથી હટાવ્યા બાદ બુધવારે ડેવિડ વોર્નરને IPL-૧૧ની સિઝન માટે સનરાઈઝ હૈદરાબાદ ટીમના કેપ્ટનપદેથી હકાલપટ્ટી કરવામાં આવી હતી, ત્યારે હવે ડેવિડ વોર્નરની જગ્યાએ ટીમના કેપ્ટન તરીકે ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનની વરણી કરવામાં આવી છે.

સનરાઈઝ હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીના સીઈઓ કે. શમુંગમે જણાવ્યું હતું કે, “ IPL ૨૦૧૮ની ૧૧મી સનરાઈઝ હૈદરાબાદ ટીમના કેપ્ટનપદે કેન વિલિયમ્સનની વરણી કર્યા બાદ અમે ખુશ છીએ”.

જયારે હૈદરાબાદની ટીમના કેપ્ટનપદને સ્વીકારતા કેન વિલિયમ્સને જણાવ્યું હતું કે, “IPLની આ સિઝન માટે કરવામાં ટીમના કેપ્ટનપદે કરવામાં આવેલી વરણીને હું સ્વીકાર કરું છું. ટીમના ટેલેન્ટેડ ખેલાડીઓના ગ્રુપ સાથે આ એક મારા માટે ઉજ્જવ તક છે. ત્યારે હવે હું આગળના પડકારો સામે જોઈ રહ્યો છું.

આ પહેલા ડેવિડ વોર્નરની કેપ્ટનપદેથી બાદબાકી થયા બાદ આ પદ માટે ભારતીય ટીમના ઓપનર શિખર ધવનનું નામ ચર્ચાઈ રહ્યું હતું પરંતુ અંતે કેન વિલિયમ્સનની વરણી કરાઈ હતી.

જયારે સોમવારે રાજસ્થાન રોયલ્સ દ્વારા આઈપીએલ-૧૧ (IPL)ની સિઝન માટે સ્મિથની કેપ્ટનપદેથી હકાલપટ્ટી કરવામાં આવી હતી અને તેની જગ્યાએ અજીન્ક્ય રહાણેને ટીમનીનું કમાન સોંપવામાં આવ્યું હતું.

સનરાઈઝ હૈદરાબાદના નવનિયુક્ત કેપ્ટન કેન વિલિયમ્સનનો IPL રેકોર્ડ જોરદાર રહ્યો છે. ગત સિઝનમાં વિલિયમ્સને ૭ મેચમાં રમવાનો મૌકો મળ્યો હતો અને તેઓએ ૪૨.૬૬ની એવરેજથી ૨૫૬ રણ બનાવ્યા હતા. આ ૭ મેચ દરમિયાન વિલિયમ્સનનો સ્ટ્રાઈક રેટ ૧૫૧.૪૭નો રહ્યું હતું.

મહત્વનું છે કે, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન કાંગારું ઓપનર બેન્ક્રોફ્ટને મેચ દરમિયાન પોતાના પેન્ટમાંથી કોઈ પીડા રંગની એક વસ્તુ નીકળતો જોવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ સામે આવેલા વિડીયોમાં જોવામાં આવ્યું હતું કે, બેન્ક્રોફ્ટ બોલ પર કઈક વસ્તું લગાવી રહ્યો છે અને ફરીથી પોતાના ખિસ્સામાં રાખી રહ્યો છે.

આ વિવાદ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા નિર્ણાયક કાર્યવાહી કરતા સ્મિથને ટીમના કેપ્ટન પદેથી તેમજ ડેવિડ વોર્નરને વાઈસ-કેપ્ટનના પદેથી હટાવ્યો હતો.