Not Set/ Zomato ઓર્ડર કેન્સલ કરવા પર ગુસ્સે ભરાયો ડિલિવરી બોય, મહિલાનું નાક તોડ્યું

આજકાલ લોકો પોતાની વ્યસ્તતાના કારણે ખાવા માટે પણ ઑનલાઇન ફૂડ ડિલિવરી એપ પર આશ્રિત થઇ રહ્યા છે. આવી જ એક વર્કિંગ વુમને પોતાના ઘરે ઑનલાઇન ફૂડ ડિલિવરી એપ ઝોમેટોમાંથી ખાવાનું ઓર્ડર કર્યું પરંતુ તેમની સાથે જે થયું જાણીને તમે પણ હેરાન રહી જશો. ફૂડ ડિલિવરીમાં વિલંબના કારણે મહિલાએ પોતાનો ઑર્ડર કેન્સલ કરી દીધો. તેની થોડી […]

Top Stories India
ezgif.com gif maker 7 Zomato ઓર્ડર કેન્સલ કરવા પર ગુસ્સે ભરાયો ડિલિવરી બોય, મહિલાનું નાક તોડ્યું

આજકાલ લોકો પોતાની વ્યસ્તતાના કારણે ખાવા માટે પણ ઑનલાઇન ફૂડ ડિલિવરી એપ પર આશ્રિત થઇ રહ્યા છે. આવી જ એક વર્કિંગ વુમને પોતાના ઘરે ઑનલાઇન ફૂડ ડિલિવરી એપ ઝોમેટોમાંથી ખાવાનું ઓર્ડર કર્યું પરંતુ તેમની સાથે જે થયું જાણીને તમે પણ હેરાન રહી જશો.

ફૂડ ડિલિવરીમાં વિલંબના કારણે મહિલાએ પોતાનો ઑર્ડર કેન્સલ કરી દીધો. તેની થોડી જ વારમાં ડિલિવરી બોય ખાવાનું લઇને ઘરે પહોંચી ગયો અને જ્યારે મહિલાએ તેને લેવાનો ઇન્કાર કર્યો તો આરોપી ડિલિવરી બોયે ગુસ્સામાં મહિલાના ચહેરા પર એક પંચ મારી દીધો જેનાથી મહિલાના નાકમાંથી લોહી વહેવા લાગ્યું.

158852671 160465409225802 7193549617118401580 n Zomato ઓર્ડર કેન્સલ કરવા પર ગુસ્સે ભરાયો ડિલિવરી બોય, મહિલાનું નાક તોડ્યું

પીડિત મહિલાએ વીડિયો બનાવીને આ પુરી ઘટનાની જાણકારી લોકોને આપી ત્યાર બાદ તે વાયરલ થઇ ગયો છે. ઇજાગ્રસ્ત મહિલા વીડિયોમાં આખી ઘટનાનો ઉલ્લેખ કરી રહી છે. મહિલાએ જણાવ્યું કે તેણે ઝોમેટો દ્ધારા ખાવાનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડરમાં વિલંબ થવાથી મહિલાએ કારણ જાણવા કંપનીના કસ્ટમર કેર પર ફોન કર્યો અને નક્કી કરેલા સમયે ડિલિવરી ન આપવા પર ઓર્ડર કેન્સલ કર્યો. જે સમયે તે કસ્ટમર કેર સાથે વાત કરી રહી હતી તે સમયે ડિલિવરી બોય તેના ઘરે ખાવાનું લઇને આવી પહોંચ્યો હતો.

maxresdefault 1 Zomato ઓર્ડર કેન્સલ કરવા પર ગુસ્સે ભરાયો ડિલિવરી બોય, મહિલાનું નાક તોડ્યું

મહિલાએ જણાવ્યું કે તેણે અડધો દરવાજો ખોલીને જેવો ખાવાનું લેવાનો ઇન્કાર કર્યો કે ડિલિવરી બોયનો પિત્તો ગયો અને તે મહિલા સાથે જીભાજોડી કરવા લાગ્યો. તેણે ઘરમાં ઘુસીને ખાવાનું મુકી દીધું. મહિલાએ જ્યારે ઘરમાં ઘુસવાનો વિરોધ કર્યો તો ડિલિવરી બોયે તેની પર ખિજાઇને પૂછ્યું કે શું તે તેના ઘરનો નોકર છે અને એક મુક્કો નાક પર મારી દીધો.

ડિલિવરી બોય ત્યાંથી નાસી ગયો અને કોઇએ પણ તે મહિલાની મદદ ન કરી. આ ઘટનાએ મને ઘણી જ ડરાવી દીધી. ત્યાર પછી હું હોસ્પિટલ ગઇ અને પોતાનો ઇલાજ કરાવ્યો.  મારી વર્તમાન સ્થિતિ વાત કરવા લાયક પણ નથી. જો કે બેંગાલુરુ પોલીસે તેની મદદ કરી અને આરોપીને જલદી ઝડપી લેવાનું આશ્વાસન આપ્યું. મહિલાએ વીડિયોમાં જણાવ્યું કે તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે.

મહિલાના આરોપો પર ઝોમેટોએ ખુલાસો કર્યો છે. કંપનીએ કહ્યું કે આ ઘટના માટે અમે માફી માંગીએ છીએ. કંપનીના સ્થાનિક અધિકારી તેમનો સંપર્ક કરશે અને જે પણ મદદ પોલીસ તપાસ કે પછી મેડિકલ માટે જરુરી હશે તે ઉપલબ્ધ કરાવશે. કંપનીએ આશ્વાસન આપ્યું છે કે ભવિષ્યમાં આવી ઘટના ફરી નહીં થાય અને જેણે પણ આવુ કર્યું છે તેની સામે કંપની સખત કાર્યવાહી કરશે.