Not Set/ દેશમાં બની ‘કોરોના’ની દવા, Zydus Cadila એ માંગી DGCI પાસે ઉપયોગની મંજૂરી

કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે તેવામાં તમામ આશાઓ વેક્સિન પર અટકી છે. ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ હવે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા પાસે કોરોના સામેની પોતાની દવાને મંજૂરી આપવાની અપીલ કરી છે. ઝાયડસ કેડિલાનો દાવો છે કે હિપેટાઇટસની આ દવાએ ટ્રાયલમાં જબરજસ્ત પરિણામ દેખાડ્યુ છે. તેનું ત્રીજા ફેઝનું ટ્રાયલ પણ પુરૂ થઇ ચૂકયું છે. […]

Mantavya Exclusive India
zydus cadial દેશમાં બની ‘કોરોના’ની દવા, Zydus Cadila એ માંગી DGCI પાસે ઉપયોગની મંજૂરી

કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે તેવામાં તમામ આશાઓ વેક્સિન પર અટકી છે. ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ હવે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા પાસે કોરોના સામેની પોતાની દવાને મંજૂરી આપવાની અપીલ કરી છે. ઝાયડસ કેડિલાનો દાવો છે કે હિપેટાઇટસની આ દવાએ ટ્રાયલમાં જબરજસ્ત પરિણામ દેખાડ્યુ છે. તેનું ત્રીજા ફેઝનું ટ્રાયલ પણ પુરૂ થઇ ચૂકયું છે. તેવામાં હવે કોવિડ-૧૯ના દર્દીઓ માટે તેના ઉપયોગની મંજુરી DGCI પાસે માંગી છે.

zydus cadial 1 દેશમાં બની ‘કોરોના’ની દવા, Zydus Cadila એ માંગી DGCI પાસે ઉપયોગની મંજૂરી

ઝાયડસ તરફથી આ દવાનું નામ PegiHepTM આપવામાં આવ્યુ છે. દાવો છે કે 91.15 ટકા દર્દીઓ પર તેનું ટ્રાયલ કરવામાં આવ્યું. જેઓ માત્ર એક અઠવાડિયામાં જ કોવિડ નેગેટીવ થયા. આ પરિણામ RT-PCR ટેસ્ટ પર આધારિત છે કંપનીનો દાવો છે કે આ દવાના ઉપયોગ દરમિયાન કોવિડના દર્દીઓને ઓક્સિનજન આપવાની જરૂર ઓછી પડે છે. જે દર્દીની સારવાર માટે સહાયક થઇ શકે છે. ઝાયડસ કેડિલાએ આ ટ્રાયલ લગભગ ૨૦થી૨પ જેટલા સેન્ટરો પર કર્યો છે. જેમાં ૨પ૦ જેટલા દર્દીઓને સામેલ કરાયા હતા.

zydus cadial 4 દેશમાં બની ‘કોરોના’ની દવા, Zydus Cadila એ માંગી DGCI પાસે ઉપયોગની મંજૂરી

તમને જણાવી દઇએ કે દેશમાં હાલમાં બે વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાની કોવિશિલ્ડ, ભારત બાયોટેકની કોવૈક્સિન, મોટી માત્રામાં કોવિશિલ્ડનો જ ઉપયોગ થઇ રહ્યો છે. તે ઉપરાંત ભારત બાયોટેક પોતાના નેસલ વેક્સિન માટે પણ મંજૂરી માંગી છે. તેની સાથે ડો.રેડ્ડી લેબ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી સ્પુતનિક વેક્સિનની પણ મંજૂરી માંગવામાં આવી છે.

zydus cadial 3 દેશમાં બની ‘કોરોના’ની દવા, Zydus Cadila એ માંગી DGCI પાસે ઉપયોગની મંજૂરી

તેવામાં હવે જોવાનું એ રહે છે કે DGCI દ્વારા ક્યારે કોઇ બીજી વેક્સિનને મંજૂરી આપવામાં આવે છે. દેશમાં વેક્સિનેશન પર ભાર આપવામાં આવી રહ્યો છે. દરરોજ ૩૦ લાખ ડોઝ આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ભારતાં સાત કરોડથી વધારે લોકોને વેક્સિનનો ડોઝ અપાઇ ચૂકયો છે.