World bank/ 167 રૂપિયા પ્રતિ દિવસની કમાણી કરનાર હવે ગરીબ ગણાશે,વર્લ્ડ બેંકે જાહેર કર્યા નવા માપદંડ,ભારતના ગામડાંઓમાં ગરીબીમાં ઘટાડો

વર્લ્ડ બેંકે હવે અત્યંત ગરીબો માટે એક નવું ધોરણ નક્કી કર્યું છે.હવે જો કોઈ વ્યક્તિ દરરોજ 167 રૂપિયા ($2.15)થી ઓછી કમાણી કરે છે, તો તેને અત્યંત ગરીબ ગણવામાં આવશે.

Top Stories India
20 167 રૂપિયા પ્રતિ દિવસની કમાણી કરનાર હવે ગરીબ ગણાશે,વર્લ્ડ બેંકે જાહેર કર્યા નવા માપદંડ,ભારતના ગામડાંઓમાં ગરીબીમાં ઘટાડો

વર્લ્ડ બેંકે હવે અત્યંત ગરીબો માટે એક નવું ધોરણ નક્કી કર્યું છે.હવે જો કોઈ વ્યક્તિ દરરોજ 167 રૂપિયા ($2.15)થી ઓછી કમાણી કરે છે, તો તેને અત્યંત ગરીબ ગણવામાં આવશે. ઉલ્લેખનીય છે કે  વિશ્વ બેંક મોંઘવારી, જીવન ખર્ચમાં વધારો, અત્યંત ગરીબી રેખા સહિતના અનેક માપદંડોના આધારે સમયાંતરે ડેટામાં ફેરફાર કરતી રહે છે.યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વિશ્વભરમાં મોંઘવારી વધી છે. આ દરમિયાન ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે. જો કે, હાલમાં મૂલ્યાંકન વર્ષ 2015ના ડેટાના આધારે કરવામાં આવે છે. વિશ્વ બેંક આ વર્ષના અંત સુધીમાં આ નવા ધોરણને લાગુ કરશે.

વિશ્વ બેંકના નીતિ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આઠ વર્ષમાં ભારતમાં 12.3 ટકાનો ઘટાડો થયો છે. શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી ઝડપથી ઘટી છે. વર્લ્ડ બેંક પોલિસી રિસર્ચના વર્કિંગ પેપરમાં આ માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતે અત્યંત ગરીબી લગભગ દૂર કરી દીધી છે. આ સાથે દેશમાં વપરાશની અસમાનતા 40 વર્ષમાં સૌથી નીચા સ્તરે છે. વર્ષ 2011માં ગરીબીનો દર 22.5 ટકા હતો જે વર્ષ 2019માં વધીને 10.2 ટકા થયો હતો. રિપોર્ટ અનુસાર, ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબીમાં મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે.