Not Set/ અનલોક 1/ દીવમાં દુકાનો ખુલતા જ લાગી લાંબી લાઈનો, સોશિયલ ડિસ્ટસિંગના ઉડ્યા ધજાગરા

લોકડાઉનના 5માં તબક્કામાં સરકાર દ્વારા તબક્કાવાર છૂટછાટ આપવામાં છે, જેને લઈને રાજ્યમાં ફરીથી જનજીવન સામાન્ય થઇ રહ્યું છે. આ સ્થિતિમાં દીવમાં પણ છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે દીવમાં પણ લોકોની લાંબી લાઈનો લાગી હતી. દીવમાં લોકડાઉનના 70 દિવસ બાદ દીવમાં દુકાનદારોએ દુકાન ખોલવા પડાપડી કરી હતી અને આશરે 300થી વધારે દુકાનદારો એન્ટ્રી પાસ કઢાવવા લોકો […]

Gujarat Others
67034720e0c60209bb18fcf237a134ee અનલોક 1/ દીવમાં દુકાનો ખુલતા જ લાગી લાંબી લાઈનો, સોશિયલ ડિસ્ટસિંગના ઉડ્યા ધજાગરા

લોકડાઉનના 5માં તબક્કામાં સરકાર દ્વારા તબક્કાવાર છૂટછાટ આપવામાં છે, જેને લઈને રાજ્યમાં ફરીથી જનજીવન સામાન્ય થઇ રહ્યું છે. આ સ્થિતિમાં દીવમાં પણ છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે દીવમાં પણ લોકોની લાંબી લાઈનો લાગી હતી.

દીવમાં લોકડાઉનના 70 દિવસ બાદ દીવમાં દુકાનદારોએ દુકાન ખોલવા પડાપડી કરી હતી અને આશરે 300થી વધારે દુકાનદારો એન્ટ્રી પાસ કઢાવવા લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન લોકોએ સોશિયલ ડિસ્ટસિંગના ધજાગરા ઉડાડ્યા.

આપને જણાવી દઈએ કે, કેન્દ્રશાસિત પ્રદેશ દીવમા લોકડાઉનની શરુઆતથી અત્યાર સુધી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી, પરંતુ કોરોનાના સંકટને લીધે દીવમાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેના લીધે નાના વેપારીઓની હાલત કફોડી બની છે.

દીવમાં મુખ્ય બજાર પર પાથરણાધારક નાના વેપારીઓ છે જે કપડા, રમકડા તેમજ નાનીમોટી વસ્તુઓ વેચીને પોતાનુ તથા તેમના પરીવારનુ ગુજરાન ચલાવે છે આવા નાના વેપારીઓની હાલત લોકડાઉનમાં ખુબ જ કફોડી બની છે. ત્યારે નાના વેપારીઓ માંગ કરી રહ્યા છે કે બીજા રાજ્યોની જેમ દીવમાં પણ છૂટછાટ આપવામાં આવે અને પ્રવાસીઓને આવા દેવામા આવે જેથી અમારા ધંધા રોજગાર શરૂ થઇ શકે અને અમે આજીવિકા મેળવી ગુજરાન ચલાવી શકીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.