Not Set/ અભિષેક બચ્ચનનો કોરોના રીપોર્ટ આવ્યો નેગેટીવ, ઘરે જવા પર વ્યક્ત કરી ખુશી

29 દિવસ હોસ્પિટલમાં ગાળ્યા બાદ આખરે અભિષેક બચ્ચન પોતાના ઘરે પાછા ફરવા તૈયાર છે. અભિષેક બચ્ચનનો કોરોના પોઝિટિવ મળ્યા બાદ 11 જુલાઇએ મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે તેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવી ગયો છે અને તે ઘરે જવા તૈયાર છે. અભિષેકે ખુદ આ ખુશખબર સોશિયલ મીડિયા પર શેર કરી છે.  અભિષેક બચ્ચને […]

Uncategorized
061e26b252001655695177cdc9392c71 અભિષેક બચ્ચનનો કોરોના રીપોર્ટ આવ્યો નેગેટીવ, ઘરે જવા પર વ્યક્ત કરી ખુશી

29 દિવસ હોસ્પિટલમાં ગાળ્યા બાદ આખરે અભિષેક બચ્ચન પોતાના ઘરે પાછા ફરવા તૈયાર છે. અભિષેક બચ્ચનનો કોરોના પોઝિટિવ મળ્યા બાદ 11 જુલાઇએ મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે તેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવી ગયો છે અને તે ઘરે જવા તૈયાર છે. અભિષેકે ખુદ આ ખુશખબર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

 અભિષેક બચ્ચને પોતાના કેર બોર્ડનો ફોટો શેર કર્યો છે. આ બોર્ડ પર લખ્યું છે કે તે છેલ્લા 29 દિવસથી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં છે અને હવે તેની ડિસ્ચાર્જની યોજના પુષ્ટિ થઈ છે. અભિષેકે કેપ્શનમાં લખ્યું- મેં કહ્યું હતું ને!!! ડિસ્ચાર્જ પ્લાન – જી હા. આજે બપોરે મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. મારા માટે પ્રાર્થના કરવા બદલ તમારો આભાર. હું ખૂબ જ ખુશ છું કે હું ઘરે પાછો જઈ  રહ્યો છું. મારી અને મારા પરિવારની સારી સંભાળ રાખવા બદલ હું નાણાવટી હોસ્પિટલના ડોકટરો અને નર્સોનો આભારી છું. અમે તેમના વિના આ બધું ન કરી શક્ય હોત.

જણાવી દઈએ કે 11 જુલાઈએ અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન હળવા તાવ અને શ્વાસ લેવામાં તકલીફ સાથે મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યારે બંનેની કોરોના પરીક્ષણ કરવામાં આવી ત્યારે તેમના પરિણામો પોઝિટીવ જોવા મળ્યાં. તે જ રાત્રે બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિતાભ અને અભિષેક પછી ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનમાં પણ કોરોનાનાં લક્ષણો જોવા મળ્યા બાદ હોસ્પિટલમાં દાખલ થયાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.