Not Set/ અમદાવાદમાં આગામી 3 મે સુધી દુકાનો રહેશે બંધ : અમદાવાદ મનપા કમિશનર નેહરા

આજરોજ કોરોના સંદર્ભે માહિતી આપતા અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નહેરા એ જણાવ્યુંહતું કે, આગામી ત્રણ મેં સુધી અમદાવાદમાં કોઈ જ દુકાનો બંધ રહેશે. આવશ્યક સેવા સિવાયની તમામ દુકાનો આગામી ૩ મેં સુધી બંધ રહેશે. વેપારી એસો.સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાયો હોવાની જાણકારી  મનપા કમિશ્નર વિજય નહેરા એ આપી હતી. નેહરાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં જીવન […]

Ahmedabad Gujarat

આજરોજ કોરોના સંદર્ભે માહિતી આપતા અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નહેરા એ જણાવ્યુંહતું કે, આગામી ત્રણ મેં સુધી અમદાવાદમાં કોઈ જ દુકાનો બંધ રહેશે. આવશ્યક સેવા સિવાયની તમામ દુકાનો આગામી ૩ મેં સુધી બંધ રહેશે. વેપારી એસો.સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાયો હોવાની જાણકારી  મનપા કમિશ્નર વિજય નહેરા એ આપી હતી.

નેહરાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં જીવન જરૂરિયાત સિવાયની કોઈ દુકાન 3 મે પહેલા નહીં ખુલે. 3 મે સુધી અમદાવાદમાં  લોકડાઉનની સ્થિતિ યથાવત જ રહેશે.  વેપારી એસોસિએશને અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેોરેશન દ્વારા પરસ્પર ચર્ચા કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે નાની દુકાનોને ખોલવાની પરવાનગી આપી હતી પણ અમદાવાદમાં આ દુકાનો નહીં ખુલે. 

અમદાવાદમાં દિવસે દિવસે કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. 8 દિવસથી વધતા કેસમાં થયો ઘટાડો થયો છે. એક તબક્કે 3-4 દિવસનો ડબલિંગ રેટ હવે 8 દિવસ આસપાસ પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 1712 એક્ટિવ કેસ છે. અમદાવાદમાં કુલ કેસની સંખ્યા 1989 થઈ છે. તંત્ર દ્વારા શહેરના 6 વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ જાહેર કરાયા છે. જેમા દરિયાપુર, જમાલપુર, ખાડિયા, શાહપુર, બહેરામપુરા અને દાણીલીમડાનો સમાવેશ થાય છે. આ વોર્ડમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ ન અપાતા તમામ દુકાનો બંધ રહેશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.