Not Set/ અમદાવાદ કોર્પોરેશનને કોરોનાનો અજગરી ભરડો, વધુ એક ઉચ્ચ અધિકારીને કોરોના પોઝિટીવ

અમદાવાદમાં કોરોનાનાં અધધધ 4425 પોઝિટીવ કેસ નોંધાય ચૂક્યા છે. AMCનાં મ્યુનિ.કમિશનર, ડે.મ્યુનિ. કમિશનર, ડોક્ટર, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ સહિતનાં અનેક ઉચ્ચ અધિકારી કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.  ત્યારે કોરોના સામેની લડાઇ લડી રહેલા અમદાવાદ કોર્પોરેશનના વધુ એક અધિકારીને કોરોનાએ પોતાના પંજામાં ઝકળી લીઘા છે. જી હા, કોર્પોરેશનનાં વધુ એક અધિકારીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સારવાર માટે ખસેડાયેલ છે. AMC દક્ષિણ […]

Ahmedabad Gujarat
1115dea252216ae29e6bf2b7f7c14d5f 1 અમદાવાદ કોર્પોરેશનને કોરોનાનો અજગરી ભરડો, વધુ એક ઉચ્ચ અધિકારીને કોરોના પોઝિટીવ
1115dea252216ae29e6bf2b7f7c14d5f 1 અમદાવાદ કોર્પોરેશનને કોરોનાનો અજગરી ભરડો, વધુ એક ઉચ્ચ અધિકારીને કોરોના પોઝિટીવ

અમદાવાદમાં કોરોનાનાં અધધધ 4425 પોઝિટીવ કેસ નોંધાય ચૂક્યા છે. AMCનાં મ્યુનિ.કમિશનર, ડે.મ્યુનિ. કમિશનર, ડોક્ટર, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ સહિતનાં અનેક ઉચ્ચ અધિકારી કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.  ત્યારે કોરોના સામેની લડાઇ લડી રહેલા અમદાવાદ કોર્પોરેશનના વધુ એક અધિકારીને કોરોનાએ પોતાના પંજામાં ઝકળી લીઘા છે.

જી હા, કોર્પોરેશનનાં વધુ એક અધિકારીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સારવાર માટે ખસેડાયેલ છે. AMC દક્ષિણ ઝોનના ડે.મ્યુ. કમિ. આર.કે.મહેતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો સાથે સાથે  ડે.મ્યુ.કમિ.ના ડ્રાઇવરને પણ કોરોના પોઝિટીવ આવ્યો હોવાથી સારવાર હેઠળ લેવામાં આવ્યા છે. અધિકારી અને તેના ડ્રાઇવરને શરદીના લક્ષણો જણાતા રિપોર્ટ કરાવ્યો હતો. આપને જણાવી દઇએ કે, મૂળ જૂનાગઢના વતની આર.કે મહેતા પહેલા રાજકોટમાં હતા DSO તરીકે ફરજ બજાવી ચૂકેલા છે

ઉલ્લેખનીય છે કે, કોરોનાનાં કહેરમાં અમદાવાદ મ્યુનિના કોર્પોરેટરો પણ આવી ચૂક્યા છે. થોડા સમય પહેલા જ અમદાવાદનાં સિનિયર કોંગ્રેસી કોર્પોરેટરનું કોરોનાના કારણે મોત પણ નિપજ્યુ હતું, તો બે મહિલા કોર્પોરેટરોનાં કોરોના પોઝિટીવ આવી ચૂક્યા છે, ત્યારે અમદાવાદ કોર્પોરેશનને કોરોનાએ ચારે બાજૂથી અજગરી ભરડો લીધો છે તે કહેવુ બીલકુલ અતિશયોક્તિ ભરેલું નહી કહેવાય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન