Not Set/ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે એક રીઢા ગુન્હેગારને બાતમીના આધારે ઝડપી પાડ્યો

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે એક રીઢા ગુન્હેગારને બાતમીના આધારે ઝડપી પાડ્યો છે….અર્જુન મીણા નામના આ આરોપીએ અત્યાર સુધી 35 જેટલા ગુન્હાઓ આચર્યા છે તથા તે એક વાર પાસાની સજા પણ ભોગવી ચુક્યો છે…આ અગાઉ પણ આ આરોપી રાજસ્થાનના ડુંગરપુર, અજમેર, જયપુર, ઉદેપુર જેવા શહેરોમાં મારામારી તેમજ ચેઈન સ્નેચિંગના ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો હતો. તેમજ ઇ.સ. 1997માં અર્જુને અમદાવાદ […]

Uncategorized
vlcsnap error664 અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે એક રીઢા ગુન્હેગારને બાતમીના આધારે ઝડપી પાડ્યો

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે એક રીઢા ગુન્હેગારને બાતમીના આધારે ઝડપી પાડ્યો છે….અર્જુન મીણા નામના આ આરોપીએ અત્યાર સુધી 35 જેટલા ગુન્હાઓ આચર્યા છે તથા તે એક વાર પાસાની સજા પણ ભોગવી ચુક્યો છે…આ અગાઉ પણ આ આરોપી રાજસ્થાનના ડુંગરપુર, અજમેર, જયપુર, ઉદેપુર જેવા શહેરોમાં મારામારી તેમજ ચેઈન સ્નેચિંગના ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો હતો. તેમજ ઇ.સ. 1997માં અર્જુને અમદાવાદ શહેરમાં વટવા,નરોડા, ઓઢવ, બાપુનગર, સેટેલાઈટ, અમરાઈવાડી તથા નારણપુરા જેવા વિસ્તારોમાં ચેઈન સ્નેચિંગના ગુન્હાઓ આચરી ચુક્યો છે…આ ચોરોની મોરસ ઓપરેન્ડીની વાત કરીએ તો આ બે આરોપી બાઈકનો ઉપયોગ કરતા હતા જેમાં કનૈયા નામનો શખ્સ બાઈક ચલાવતો હતો અને અર્જુન પાછળ બેસી ચાલુ બાઈકમાં મહિલાઓના ગળા પરથી ચેન તોડી ફુલ સ્પીડમાં બાઈક હંકારીને ભાગી જતા હતા…હાલતો તેમને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.