Not Set/ અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર પણ ચડ્યો કોરોનાની અડફેટે, જીલ્લામાંથી 54 પોઝિટિવ કેસ સામે આવ્યા

ગુજરાત પર છેલ્લા લાંબા સમયથી કોરોના નામનો કાળમુખો આમતો મંડરાય રહ્યો જ છે, પરંતુ જો વાત કરવામાં આવે કોરોનાનાં વધતા જતા કહેરની તો છેલ્લા 6 દિવસથી સતત કોરોનાનો વિસ્ફોટ ગુજરાતમાં જોવામાં આવી રહ્યો છે. છેલ્લા 6 દિવસથી રોજ કોરોનાનાં 300થી વધુ કેસ સામે આવી રહ્યા છે, તો મોતનું પણ તાંડવ જોવામાં આવી રહ્યું છે. કોરોનાનો […]

Ahmedabad Gujarat
1744fe1f370142d1808ba1a3f7f5f8a6 1 અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર પણ ચડ્યો કોરોનાની અડફેટે, જીલ્લામાંથી 54 પોઝિટિવ કેસ સામે આવ્યા
1744fe1f370142d1808ba1a3f7f5f8a6 1 અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર પણ ચડ્યો કોરોનાની અડફેટે, જીલ્લામાંથી 54 પોઝિટિવ કેસ સામે આવ્યા

ગુજરાત પર છેલ્લા લાંબા સમયથી કોરોના નામનો કાળમુખો આમતો મંડરાય રહ્યો જ છે, પરંતુ જો વાત કરવામાં આવે કોરોનાનાં વધતા જતા કહેરની તો છેલ્લા 6 દિવસથી સતત કોરોનાનો વિસ્ફોટ ગુજરાતમાં જોવામાં આવી રહ્યો છે. છેલ્લા 6 દિવસથી રોજ કોરોનાનાં 300થી વધુ કેસ સામે આવી રહ્યા છે, તો મોતનું પણ તાંડવ જોવામાં આવી રહ્યું છે. કોરોનાનો સૌથી વઘુ કહેર મહાનગરો પર ઉતર્યો છે અને તેમા પણ અમદાવાદ શહેરમાં તો કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તો આજે કોરોનાનો કહેર અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ ભયનાં ભણકારા સાથે નોંધવામાં આવ્યો છે. 

જી હા, અમદાવાદ જિલ્લામાં કોરોના બોમ્બ ફુટયો હોવા જેવી સ્થિતિ નિર્માણ પામી હોવાનુ સામે આવી રહ્યુ છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં એક સાથે 54 કોરોના  પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. કોરોના જાણે અમદાવાદ શહેરને ઘેરો ઘાલવાની મંચ્છા માં હોય તેવી રીતે અમદાવાદનાં દસ્ક્રોઇમાં 40 કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. સાણંદ અને ધોળકામાં 5-5 કેસ પોઝિટિવ આવ્યા, ધંધુકા-વિરમગામમાં 1-1 કેસ નોંધાયા, બાવળામાં કોરોનાનાં 2 કેસ પોઝિટિવ આવ્યા છે. આમ કુલ મળી જીલ્લામાં એટલે કે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં 54 કેસ સામે આવતા હાહકાર મચી ગયો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન…