Not Set/ અમદાવાદ/ જાણો શું છે અશાંત ધારો,અને કયા વિસ્તારોમાં લાગુ કરાયો…..?

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરતો  મહત્વનો નિર્ણય કર્યો છે. નાગરિકોને કોઈ ખોટી રીતે હેરાન કરીને અને ધાક ધમકીથી મિલકતો પચાવી ન પાડે તે માટે પણ રાજ્ય સરકારની સર્તકતા સાથે અમદાવાદ શહેરના વટવા અને નારોલ પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં તા.૩૦જૂન-ર૦ર૩ સુધી એટલે કે ત્રણ […]

Ahmedabad Gujarat
3deb96e47f8d73269002eab17e5d1374 અમદાવાદ/ જાણો શું છે અશાંત ધારો,અને કયા વિસ્તારોમાં લાગુ કરાયો.....?
3deb96e47f8d73269002eab17e5d1374 અમદાવાદ/ જાણો શું છે અશાંત ધારો,અને કયા વિસ્તારોમાં લાગુ કરાયો.....?

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરતો  મહત્વનો નિર્ણય કર્યો છે. નાગરિકોને કોઈ ખોટી રીતે હેરાન કરીને અને ધાક ધમકીથી મિલકતો પચાવી ન પાડે તે માટે પણ રાજ્ય સરકારની સર્તકતા સાથે અમદાવાદ શહેરના વટવા અને નારોલ પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં તા.૩૦જૂન-ર૦ર૩ સુધી એટલે કે ત્રણ વર્ષ માટે અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે

સરકારના આ નિર્ણયને કારણે આ વિસ્તારોમાં ધાકધમકીથી મિલ્કતો પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તથા આવા તત્વોથી પીડીત નાગરિકોને સુખ , શાંતિ અને સલામતીનો અહેસાસ થશે. અમદાવાદ શહેરના આ વિસ્તારોમાં હવેથી મિલ્કતનું વેચાણ કરતા અગાઉ અમદાવાદ કલેકટરની કાયદાની જોગવાઇઓ અનુસાર પૂર્વમંજૂરી મેળવવાની રહેશે. વટવા અને નારોલના જે વિસ્તારોમાં તા.૩૦જૂન-ર૦ર૩ સુધી અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે તે વિસ્તારોની યાદી અલગ થી સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.