સુરત/ પ્રેમી સાથે મળી અન્ય પ્રેમીના લાખો રૂપિયા લઇ ફરાર પ્રેમિકા ઝડપાઈ

સુરત શહેરના વેડરોડ વિરામનગર સોસાયટીમાં રહેતા યુવકને ભાડૂઆત મહિલાએ પ્રેમજાળમાં ફસાવ્યા બાદ પ્રેમી સાથે મળી મકાન વેચાણના આવેલા રોકડા 96.44 લાખ ચોરી કરી ફરાર થઈ ગઈ હતી.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2024 02 20T140724.761 પ્રેમી સાથે મળી અન્ય પ્રેમીના લાખો રૂપિયા લઇ ફરાર પ્રેમિકા ઝડપાઈ

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરત શહેરના વેડરોડ વિરામનગર સોસાયટીમાં રહેતા યુવકને ભાડૂઆત મહિલાએ પ્રેમજાળમાં ફસાવ્યા બાદ પ્રેમી સાથે મળી મકાન વેચાણના આવેલા રોકડા 96.44 લાખ ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. ઠગ મહિલાના પ્રેમજાળમાં ફસાયેલા યુવકને છેતરાયા હોવાનો અહેસાસ ચોક બજારમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા છે.પોલીસે આરોપીઓ પાસેથી ૭૦ લાખ રૂપિયા રીકવર કરી અન્ય મુદામાલ કબજે લેવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મુજબ વેડરોડ વિરામનગર સોસાયટી સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા 39 વર્ષીય દિલીપ ધનજી ઉકાણીએ 29 વર્ષીય જયશ્રી દિનેશ ભગત અને તેના 30 વર્ષીય પ્રેમી શુભમ સમાધાન નીસાળ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે આરોપીઓ તેના કતારગામ ખાતે આવેલી કૃષ્ણકુંજ સોસાયટીના મકાનમાં ભાડે રહેતા હતા. આ દરમ્યાન દિલીપને જયશ્રી સાથે પ્રેમ સંબંધ બંધાતા બંને લિવ-ઈનમાં રહેવા લાગ્યા હતા. જયશ્રીના બંને દીકરાઓ પણ સાથે જ રહેતા હતા.જયશ્રીએ દિલીપને તેના પતિ દિનેશ સાથે છૂટાછેડા લઈ તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી. જેથી દિલીપ જયશ્રી અને તેના દીકરાઓને લઈને સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટના ફ્લેટમાં ભાડેથી રહેવા માટે આવી ગયો હતો.

છેલ્લા કેટલાક સમયથી સાથે રહેવા લાગ્યા બાદ પણ તેનો પ્રેમી શુભમ અવાર નવાર મળવા માટે આવતો હતો. જે અંગે દિલીપે પૂછતા જયશ્રીએ કહ્યું કે, શુભમ સાથે બ્રેકઅપ થઈ ગયું છે. ત્યારબાદ શુભમે પણ ઘરે આવવાનું બંધ કરી દીધુ હતું.ગત 23મી જાન્યુઆરીના રોજ દિલીપે કૃષ્ણકુંજ સોસાયટીમાં આવેલું પોતાની માલિકીનું મકાન વેચી નાંખ્યું હતું. આ મકાનના રૂપિયા 96.44 લાખ આવ્યા હતા. આ રકમ તેણે ઘરમાં જ મુકી રાખી હતી. આ દરમ્યાન 31મી જાન્યુઆરીએ જયશ્રીએ દિલીપને કહ્યું કે ‘ચાલો મારા બાળકોને તેના પિતાના ઘરે ડભોલી મુકી આવીએ, રિક્ષામાં બંને બાળકોને મુકવા નીકળ્યા હતા.

જયશ્રી બજરંગનગરના ગેટ પાસે ઉભી રહી બાળકોને દિલીપને પિતા પાસે મુકી આવવા કહ્યું હતું. દિલીપ બાળકોને મુકીને પરત ફર્યો એટલાં માં તો જયશ્રી ગાયબ હતી. દિલીપે જયશ્રીને કોલ કરતાં તેણે કોલ રિસીવ કર્યો ન હતો. ઘરની ચાવી જય શ્રી પાસે હતી. ત્યાર પછી દિલીપે ઘરનું તાળું તોડી અંદર જઈ કબાટમાં જોયું તો 96.44 લાખ ગાયબ હતા.

શુભમ અને જયશ્રી પૈસા ચોરી ગયા હોવાનુ બહાર આવતા ગત 13 ફેબ્રુઆરીએ દિલીપભાઈએ બંને સામે ફરિયાદ નોંધાવી હતી.ત્યારે દિલીપના ઘરમાંથી 96 લાખ રૂપિયા ભરેલો થેલો લઇને જતો શુભમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ થયો હતો.પોલીસે આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા ત્યારે પોલીસને બાતમી મળી હતી કે આરોપી મહિલા તેના પતિ અને બાળકોને મળવા આવવાની છે જેથી પોલીસે વોચ ગોઠવી બન્નેને ઝડપી પાડ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી 70 લાખ રોકડ કબજે કરી છે અને અન્ય રૂપિયા ક્યાં છે અને કોને આપ્યા છે એ બાબતે તપાસ શરુ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

આ પણ વાંચો:રાજ્યના 12 જિલ્લામાં બ્લડ બેન્ક જ નથી

આ પણ વાંચો:ટુ અને ફોર વ્હીલર પછી ગુજરાતમાં હવે ઇલેક્ટ્રિક ટ્રકનું પણ ઉત્પાદન થશે

આ પણ વાંચો:નર્મદા યોજના સાચા અર્થમાં જીવાદોરી સાબિત થઇ, પીવાના પાણીની 80 ટકા જરૂરિયાત સંતોષે છે – મંત્રી ઋષિકેશ પટેલ