ભૂકંપ/ લદ્દાખમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ,લોકોમાં ભારે ફફડાટ

લદ્દાખ  ભૂકંપથી ધણધણી ઉઠ્યું છે. સોમવારે રાતે 9.30ની આસપાસ લદ્દાખના કારગિલમાં ભૂકંપ આવતાં પહાડો ધણધણી ઉઠ્યાં હતા

Top Stories India
13 1 લદ્દાખમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ,લોકોમાં ભારે ફફડાટ

લદ્દાખની ધરતી  ભૂકંપથી ધણધણી ઉઠી હતી, સોમવારે રાતે 9.30ની આસપાસ લદ્દાખના કારગિલમાં ભૂકંપ આવતાં પહાડો ધણધણી ઉઠ્યાં હતા. જોકે જાનમાલને નુકશાનને કોઈ સમાચાર નથી. લદ્દાખ ભૂકંપની છેક પાકિસ્તાન પર અસર પડી હોવાનું જણાવાઈ રહ્યું છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ટ્વીટ કરી જાણકારી આપી છે કે, આજે રાત્રે 9:35 વાગ્યે કારગીલ, લદ્દાખમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જો કે હાલ આ વિસ્તારોમાં મોટી જાનહાનિના કોઈ સમાચાર નથી.5.2ની તીવર્તાનો ભૂકંપ આવતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો અને ઘણા લોકો ઘરની બહાર દોડી  આવ્યા હતા.