અકસ્માત/ અયોધ્યામાં બસ પલટી જતાં 3 લોકોના મોત 15 ઘાયલ,મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુ:ખ વ્યક્ત કર્યું

ઝડપભેર બસ પલટી જતા ત્રણ મુસાફરોના મોત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર  અકસ્માતમાં 15 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે

Top Stories India
9 5 અયોધ્યામાં બસ પલટી જતાં 3 લોકોના મોત 15 ઘાયલ,મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુ:ખ વ્યક્ત કર્યું

અયોધ્યામાં ગમખ્વાર માર્ગ  અકસ્માત થયો છે. ઝડપભેર બસ પલટી જતા ત્રણ મુસાફરોના મોત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર  અકસ્માતમાં 15 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. આ અકસ્માત અયોધ્યા હાઈવે પર થયો હતો.  ખાનગી બસ બેકાબૂ થઈને પલટી ગઈ હતી. તે સમયે બસની સ્પીડ ઘણી વધારે હતી.

અકસ્માતની જાણકારી મળતા જ સ્થાનિક લોકો અને પોલીસ ત્યાં પહોંચી ગયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ સીએમ યોગી આદિત્યનાથે જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘટનાસ્થળે મોકલી દીધા છે.

મુખ્યમંત્રી યોગીએ અયોધ્યા જિલ્લામાં બસ પલટી જવાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. મૃતકોના આત્માની શાંતિની કામના કરતી વખતે મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અકસ્માતની નોંધ લેતા મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર આપવાના નિર્દેશ આપ્યા છે. અકસ્માતમાં ઘાયલોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે. આ સંદર્ભમાં ઘાયલોને તાત્કાલિક યોગ્ય તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.