Not Set/ અમદાવાદ/ ભાજપ ના પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ પર બુટલેગર દ્વારા કાર ચડાવી મારી નાખવાનો પ્રયાસ

અનલોક 1.૦માં  રાજ્યમાં જન જીવન સામાન્ય બની રહ્યું છે. ત્યારે ફરી એકવાર રાજ્યમાં એક પછી એક ક્રાઈમની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાવી રહી છે. ક્યાંક લૂંટફાટ તો ક્યાંક તસ્કરો ક્યાંક બુટલેગરો બેફામ બન્યા છે. વાત કરીએ અમદાવાદની તો અહીં શહેરના રામોલ – હાથીજણ વિસ્તારમાં પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ પર બુટલેગર દ્વારા કાર ચડાવીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં […]

Ahmedabad Gujarat
fc40905df8c73d8aaba564c61d7ecc6b અમદાવાદ/ ભાજપ ના પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ પર બુટલેગર દ્વારા કાર ચડાવી મારી નાખવાનો પ્રયાસ
fc40905df8c73d8aaba564c61d7ecc6b અમદાવાદ/ ભાજપ ના પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ પર બુટલેગર દ્વારા કાર ચડાવી મારી નાખવાનો પ્રયાસ

અનલોક 1.૦માં  રાજ્યમાં જન જીવન સામાન્ય બની રહ્યું છે. ત્યારે ફરી એકવાર રાજ્યમાં એક પછી એક ક્રાઈમની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાવી રહી છે. ક્યાંક લૂંટફાટ તો ક્યાંક તસ્કરો ક્યાંક બુટલેગરો બેફામ બન્યા છે. વાત કરીએ અમદાવાદની તો અહીં શહેરના રામોલ હાથીજણ વિસ્તારમાં પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ પર બુટલેગર દ્વારા કાર ચડાવીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. હાલ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વિવેકાનંદ નગરમાં રહેતા પૂર્વ કોરપોરેટર પારુલબેન પટેલના પતિ અનિલ પટેલ પર આ જીવલેણ હુમલો થયો હતો. સદનસીબે તેઓ બચી ગયા છે. રાત્રિના સમયે બુટલેગર દ્વારા કાર ચઢાવવાની કોશિશ થી હતી. જોકે હુમલો શા માટે અને કેમ કરવામાં આવ્યો તે અંગેની તપાસ હાલ ચાલી રહી છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધી હાલ પૂછપરછ હાથ ધરી રહી છે.

ભાજપના કાર્યકર્તા અનિલ પટેલ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની ટીમમાં કામ કરે છે. તેઓ પોતાના વિસ્તારમાં ઘણા સક્રિય છે. તેમને પોતાના વિસ્તારમાં ભાજપનો પાયો નાખવામાં એક મહત્વની ભૂમિકા ભજવી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.