Chhotaudepur/ જીલ્લામાં ઝડપાયો મોટી માત્રામાં દારૂ…

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારના કાવરા ગામ પાસેથી મોટર સાયકલ ઉપર લઇ જવાતો કિંમત.- ૪૨,૩૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવમ આવ્યો છે. 

Gujarat Others
ધાનેરા નગરપાલિકા 2 જીલ્લામાં ઝડપાયો મોટી માત્રામાં દારૂ...

@જયદિપ પરમાર, છોટાઉદેપુર

ગુજરાત રાજ્યમાં કહેવાતી દારૂબંધીના સરેઆમ લીરા ઉડી રહ્યા છે. રોજ રાજ્યમાં વિવિધ સ્થળો પરથી વિપુલ માત્રામાં દારૂ મળી આવે છે. ત્યારે રાજ્યમાં 31 ડિસેમ્બરને લાને ખાસ ચેકિંગ અને ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યમાં વિવિધ સ્થળો ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે.

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારના કાવરા ગામ પાસેથી મોટર સાયકલ ઉપર લઇ જવાતો કિંમત.- ૪૨,૩૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવમ આવ્યો છે.

31 ડિસેમ્બર હોઈ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં તથા તમામ શાખા ઇન્ચાર્જને સુચના આપવામાં આવી હતી.  જે અન્વયે ડી.જે.પટેલ પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર અને તેઓના સ્ટાફ તેમજ એલ.સી.બી સ્ટાફના પોલીસ સાથે કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સ્પ્લેન્ડર પ્લસર મોટર સાયકલ નંબર GJ-18-CC-6599 ની ઉપર બાંધી લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડી નીચે મુજબનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

 કબ્જે કરવામાં આવેલ પ્રોહી મુદામાલ તથા અન્ય મુદામાલ ઃ-
(૧) રોયલબાર પ્રેસ્ટાઇઝ વિસ્કી બોટલ નંગ – ૬૦ કિ.રૂ.૨૮,૫૦૦/-
(૨) માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર નંગ – ૧૨૦ કિ.રૂ.૧૩,૮૦૦/-
(૩) દારૂની હેરા-ફેરી કરવા ઉપયોગમાં લીધેલ સ્પ્લેન્ડર મો.સા. નંબર GJ-18-CC-6599 કિ.રૂ.૪૦,૨૮૦/-

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…