Not Set/ અમદાવાદ/ વેપારી પાસેથી ખંડણી માંગનાર પોલીસકર્મીની ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ વખતે કોઈ ચોર ખૂંખાર આરોપીને નથી ઝડપ્યો, પરંતુ પોલીસકર્મીની શાખને ડાઘ લગાડતા એવા ખંડણીખોર ઝડપ્યો છે. આ ખંડણીખોર બીજું કોઈ નહીં પરંતુ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી દશરથસિંહ પરમાર પોતે જ છે. તાજેતરમાં જ ઓઢવના એક વેપારીએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે, અજાણ્યા શખ્સ દ્વારા 15 લાખ રૂપિયાની […]

Ahmedabad Gujarat
259c9264f9563ed13c6d7cc2893f1cdd અમદાવાદ/ વેપારી પાસેથી ખંડણી માંગનાર પોલીસકર્મીની ધરપકડ
259c9264f9563ed13c6d7cc2893f1cdd અમદાવાદ/ વેપારી પાસેથી ખંડણી માંગનાર પોલીસકર્મીની ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ વખતે કોઈ ચોર ખૂંખાર આરોપીને નથી ઝડપ્યો, પરંતુ પોલીસકર્મીની શાખને ડાઘ લગાડતા એવા ખંડણીખોર ઝડપ્યો છે. આ ખંડણીખોર બીજું કોઈ નહીં પરંતુ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી દશરથસિંહ પરમાર પોતે જ છે. તાજેતરમાં જ ઓઢવના એક વેપારીએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે, અજાણ્યા શખ્સ દ્વારા 15 લાખ રૂપિયાની ખંડણી માગણી કરવામાં આવી રહી છે અને જો આમ નહીં કરવામાં આવે તો તેની દીકરીના ફોટો-વીડિયો વાયરલ કરી દેવામાં આવશે. આ ખંડણીખોરે એટલેથી નહીં અટકતાં વેપારી ફરિયાદીને પોલીસને જાણ નહીં કરવા માટે પણ ધમકી આપી હતી. ત્યારે વેપારીએ હિંમત દાખવીને આ અંગેની જાણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને કરી હતી.

ફરિયાદ માં  તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોબાઇલ નંબરના આધારે તપાસ શરૂ કરી તપાસ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે, ખંડણી માંગવા માટે ઉપયોગમાં લેવાયેલ નંબર કોઈ મજૂર વ્યક્તિનો છે. જે મજૂરનો મોબાઈલ થોડો સમય પહેલા ગુમ થઈ ગયો હતો, પરંતુ તેનો ઉપયોગ દશરથસિંહ પરમાર કરી રહ્યા હતા. તેની સાથે એક મહિલા આરોપી પણ સંડોવાયેલી છે. તે મહિલા વેપારીની દીકરીની મિત્ર હોવાનું સામે આવ્યું છે. પોતાને રૂપિયાની જરૂરિયાત હોવાથી પોલીસ કર્મી સાથે મળીને મહિલાએ ખંડણીનું કાવતરું રચી કાઢી હતું. જોકે ક્રાઈમ બ્રાન્ચે પોલીસકર્મી આરોપી દશરથસિંહની ધરપકડ કરી છે. તેમજ તેનો કોરોના રિપોર્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે. બીજી તરફ મહિલા આરોપીની શોધખોળ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.