Not Set/ નવસારી લાંચ કેસમાં બે નાયબ મામલતદાર સહીત ચાર ની ધરપકડ, માટીના ટ્રકના સેટિંગના નાણાં માંગ્યાનું આવ્યું બહાર

નવસારી લાંચ કેસમાં મામલતદાર કચેરીના બે મામલતદારો પણ સામેલ હોવાનું સામે આવેલ છે. માટીના ટ્રકના સેટિંગ મામલે નાયબ મામલતદારે પણ લાંચમાં ભાગબટાઈ કરી હોવાનું બહાર આવેલ છે. નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર અને કચેરીના ક્લાર્ક પણ ભ્રસ્ટાચારમાં સામેલ છે. મામલતદાર કચેરીના વર્ગ-2 ના બે અધિકારી એક સાથે ઝડપાઇ જતા રેવન્યુ વિભાગમાં ચકચાર મચી ગયો છે. સુરત ACB એ છટકું ગોઠવી ઝડપી લીધા […]

Gujarat Others
e96574277747571f5c366adf3c4326ea નવસારી લાંચ કેસમાં બે નાયબ મામલતદાર સહીત ચાર ની ધરપકડ, માટીના ટ્રકના સેટિંગના નાણાં માંગ્યાનું આવ્યું બહાર

નવસારી લાંચ કેસમાં મામલતદાર કચેરીના બે મામલતદારો પણ સામેલ હોવાનું સામે આવેલ છે. માટીના ટ્રકના સેટિંગ મામલે નાયબ મામલતદારે પણ લાંચમાં ભાગબટાઈ કરી હોવાનું બહાર આવેલ છે. નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર અને કચેરીના ક્લાર્ક પણ ભ્રસ્ટાચારમાં સામેલ છે. મામલતદાર કચેરીના વર્ગ-2 ના બે અધિકારી એક સાથે ઝડપાઇ જતા રેવન્યુ વિભાગમાં ચકચાર મચી ગયો છે. સુરત ACB એ છટકું ગોઠવી ઝડપી લીધા હતા.

આધારભૂત સૂત્રો પ્રમાણે માટી ની ટ્રક ના સેટિંગ માટે લાંચ માંગી હતી. વર્ગ -૨ ના બે અધિકારીઓ એક સાથે ઝડપાતા કલેક્ટર કચેરીમાં ચકચાર મચી ગઈ છે. સુરત ની એસીબી એ છટકું ગોઠવ્યું હતું.  નવસારી ગ્રામ્ય મામલતદાર સહિત ચાર એસીબીના છટકામાં  ફસાઈ ગયા છે. નવસારી ગ્રામ્ય મામલતદારે ૯૦ હજારની લાંચ માંગી હતી.

કુલ ૧.૧૦ લાખની માંગણી સામે ફરિયાદીએ અગાઉ ૨૦ હજાર આપ્યા હતા. જ્યારે આજે ૯૦ હજારની લાંચ નાયબ મામલતદાર મહેસુલે સ્વિકારી અને ક્લાર્કને આપી હતી. ફરિયાદી પાસે લાંચ લેતા રંગે હાથે ઝડપાયા  છે. આ લાંચ પ્રકરણમાં નવસારી ગ્રામ્ય મામલતદાર યશપાલ ગઢવી, સર્કલ ઓફિસર શૈલેષ રબારી, નાયબ મામલતદાર સંજય દેસાઈ ક્લાર્ક કપિલ જેઠવા એસીબીના છટકામાં ફસાયા છે. આ તમામની એસીબી પોલીસે ધરપકડ કરી, આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.